બ્રેકિંગ@ખેરાલુ: વરસાદ વચ્ચે ATMમાં અચાનક આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહરે અને વરસાદી વાતાવરણ વચ્ચે ખેરાલુમાં એટીએમમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ખેરાલુ શહેર સહિત મહેસાણા જીલ્લામાં વહેલી સવારની વરસાદ પડી રહ્યો છે. આ તરફ આજે સવારના સમયે ખેરાલુની બજારમાં આવેલા એટીએમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં પ્રથમ તો સ્થાનિકો દ્રારા આગને બુઝાવવાના પ્રયાસો શરૂ
 
બ્રેકિંગ@ખેરાલુ: વરસાદ વચ્ચે ATMમાં અચાનક આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહરે અને વરસાદી વાતાવરણ વચ્ચે ખેરાલુમાં એટીએમમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ખેરાલુ શહેર સહિત મહેસાણા જીલ્લામાં વહેલી સવારની વરસાદ પડી રહ્યો છે. આ તરફ આજે સવારના સમયે ખેરાલુની બજારમાં આવેલા એટીએમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં પ્રથમ તો સ્થાનિકો દ્રારા આગને બુઝાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા. જે બાદમાં ફાયરની ટીમ દ્રારા તાત્કાલિક દોડી આવી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જોકે હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુની બજારમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મેઇન બજારમાં ખારીકુઇ હરિસિદ્ધિ કોમ્પ્લેક્ષમાં આવેલા એક્સિસ બેન્કના એટીએમમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી સ્થાનિકો દ્રારા તાત્કાલિક અસરથી આગ બુઝાવવા દોડધામ કરાઇ હતી. આ દરમ્યાન ફાયરની ટીમને જાણ કરાતાં દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અચાનક ભભૂકી ઉઠેલી આગને કારણે એટીએમમાં મોટું નુકશાન થયાનું સામે આવ્યુ છે.