બ્રેકિંગ@ખેરાલુ: વહેલી સવારથી વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતામાં મુકાયા

અટલ સમાચાર,ખેરાલુ (મનોજ ઠાકોર) કોરોના ના કહેર વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ખેરાલુ- સતલાસણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ખેડૂતોમા ચિંતા પ્રસરી છે. હાલમાં ઘઉં નો પાક ખેડૂતો લઈ રહ્યા છે, સાથે વરીયાળી એરંડા જેવા પાકની ખેડુતો કાપણી કરી રહ્યા છે. જો માવઠું, વરસાદ થાય તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે
 
બ્રેકિંગ@ખેરાલુ: વહેલી સવારથી વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતામાં મુકાયા

અટલ સમાચાર,ખેરાલુ (મનોજ ઠાકોર)

કોરોના ના કહેર વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ખેરાલુ- સતલાસણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ખેડૂતોમા ચિંતા પ્રસરી છે.
હાલમાં ઘઉં નો પાક ખેડૂતો લઈ રહ્યા છે, સાથે વરીયાળી એરંડા જેવા પાકની ખેડુતો કાપણી કરી રહ્યા છે. જો માવઠું, વરસાદ થાય તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે.

મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતા માં મુકાયા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ- સતલાસણા વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ વચ્ચે ખેડૂતો મા ચિંતા પ્રસરી છે.હાલમાં વિશ્વમાં કોરાના વાયરસ એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાદળ છાયું વાતાવરણ જોઇને ખેડૂતો મા ચિંતા વધારી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં ઘઉં નો પાક ખેડૂતો લઈ રહ્યા છે સાથે વરીયાળી એરંડા જેવા પાકની ખેડુતો કાપણી કરી રહ્યા છે. જો માવઠું, વરસાદ થાય તો ખેડૂતો ને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે.