આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેરાલુ (મનોજ ઠાકોર)

ખેરાલુમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે દૂધનું ટેન્કર કેનાલમાં ઉતરી ગયુ હતુ. ગાંધીનગરથી દૂધ ખાલી કરી પરત પાલનપુર જવા નીકળેલા ટેન્કરને અકસ્માત નડ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે હાઇવે સુમસામ બનતા ટ્રક ચાલકો પણ બેફામ બન્યા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ શહેરમાં આજે સવારે દૂધનું ટેન્કર કેનાલમાં પલટી મારી ગયુ હતુ. પ્રાથમિક તપાસમાં બનાસ ડેરીનું દૂધ ટેન્કર ગાંધીનગરથી પરત પાલનપુર જતુ હતુ. આ દરમ્યાન ખેરાલુ-પાલનપુર હાઇવે પર ડ્રાઇવરે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર રોડ પરથી કેનાલમાં ઉતરી ગયુ હતુ. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહિ સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code