આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

ખેરાલુ-સિદ્ધપુર રોડ પર વહેલી સવારે જીપ ઝાડ સાથે અથડાતાં 6 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે ૧૨થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. મળતી માહિતી પ્રમાણે જીપમાં ખેડબ્રહ્માના મજૂરો સવારી કરી રહ્યાં હતા. મલેકપુરથી સિદ્ધપુર તરફ જઇ રહ્યાં હતા ત્યારે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને જીપ ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના ખેરાલુના મલેકપુર સિદ્ધપુર રોડ પર અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ સ્થાનિક પોલીસે આવીને તપાસ હાથ ધરી છે. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, 6 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા.

માહિતી અનુસાર ખેરાલુનાં મલેકપુરથી સિદ્ધપુર જતા અદિતપુર પાસે જીપ વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જીપમાં શ્રમિક મુસાફરો સવાર હતા. જીપ ચાલકની બેદરકારીના કારણે જીપ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીપમાં નાના-મોટા થઈને 20 શ્રમિકો સવાર હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code