Breaking@લોકસભા: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 351 વોટથી પાસ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 અને જમ્મુ-કાશ્મીર અનામત બિલ પસાર થઈ ગયા પછી તેને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. આખો દિવસ તેના પર વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે ‘જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019’ બિલ પર મતદાન યોજાયું હતું. જેમાં કુલ 424માંથી બિલની તરફેણમાં 351 વોટ પડ્યા હતા, જ્યારે
 
Breaking@લોકસભા: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 351 વોટથી પાસ

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 અને જમ્મુ-કાશ્મીર અનામત બિલ પસાર થઈ ગયા પછી તેને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. આખો દિવસ તેના પર વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે ‘જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019’ બિલ પર મતદાન યોજાયું હતું. જેમાં કુલ 424માંથી બિલની તરફેણમાં 351 વોટ પડ્યા હતા, જ્યારે તેના વિરોધમાં 71 વોટ પડ્યા હતા.

અમિત શાહે લોકસભા પૂનર્ગઠન બિલની ચર્ચા પર જવાબ આપતા જણાવ્યું કે, વોટબેન્કની રાજનીતિના કારણે કેટલાક લોકો કલમ-370 નાબૂદ કરવાનો વિરોધ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે તેને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 125 વિરુદ્ધ 61 વોટથી પસાર થયું હતું.