બ્રેકિંગ@લોકસભા: PoK અને અક્સાઈ ચીન માટે જીવ આપી દઈશું: અમિત શાહ

અટલ સમાચાર, ડેસ્ક આર્ટિકલ 370 હટાવા અને જમ્મુ-કાશ્મીરના બે ટુકડામાં વહેંચી તેને કેન્દ્ર શાસિત રાજ્ય કરવાના મોદી સરકારના નિર્ણય પર લોકસભામાં સંગ્રામ છેડાયો છે. ચર્ચા દરમ્યાન ગરમાગરમી વધતા ગૃહ મંત્રી અમિત શાહે એટલે સુદ્ધાં કહી દીધું કે કાશ્મીર માટે જીવ આપી દઇશું. સંસદના આ નીચલા ગૃહમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર ચર્ચાની માંગણી કરતાં ગૃહમંત્રી અમિત
 
બ્રેકિંગ@લોકસભા: PoK અને અક્સાઈ ચીન માટે જીવ આપી દઈશું: અમિત શાહ

અટલ સમાચાર, ડેસ્ક

આર્ટિકલ 370 હટાવા અને જમ્મુ-કાશ્મીરના બે ટુકડામાં વહેંચી તેને કેન્દ્ર શાસિત રાજ્ય કરવાના મોદી સરકારના નિર્ણય પર લોકસભામાં સંગ્રામ છેડાયો છે. ચર્ચા દરમ્યાન ગરમાગરમી વધતા ગૃહ મંત્રી અમિત શાહે એટલે સુદ્ધાં કહી દીધું કે કાશ્મીર માટે જીવ આપી દઇશું. સંસદના આ નીચલા ગૃહમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર ચર્ચાની માંગણી કરતાં ગૃહમંત્રી અમિત શાહને વિપક્ષના આકરા તેવરનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકાર પર આરોપ મૂકયો કે રાતોરાત નિયમ-કાયદાનું ઉલ્લંઘન કરીને જમ્મુ-કાશ્મીરને તોડી નાંખ્યું છે. તેમણે કહ્યું કે 22 ફેબ્રુઆરી, 1994મા આ ગૃહમાં જમ્મુ-કાશ્મીરને લઇ એક સંકલ્પ લીધો હતો. પરંતુ તમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અંગે વિચારી રહ્યા છો, એવું લાગતું નથી. તમે રાતોરાત નિયમ-કાયદાનું ઉલ્લંઘન કરીને એક સ્ટેટના બે ટુકડા કરીને સંઘશાસિત પ્રદેશ બનાવ્યો.

બ્રેકિંગ@લોકસભા: PoK અને અક્સાઈ ચીન માટે જીવ આપી દઈશું: અમિત શાહ

કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ પણ સરકારની મંશા પર કેટલાંય પ્રશ્ન ઉઠાવ્યા જેનો ગૃહ મંત્રીએ જોરદાર જવાબ આપ્યો હતો કે, “હું જ્યારે જમ્મુ અને કાશ્મીર બોલું છું. તો તેમાં પીઓકે પણ સામેલ છે. હું એટલા માટે આક્રમક છું કે જમ્મુ અને કાશ્મીરના પીઓકેને તમે ભારતનો હિસ્સો માનતા નથી શું? આક્રમ ના થઓ…જીવ આપી દઇશું તેના માટે. શું વાત કરી રહ્યા છો તમે…જીવ પણ આપી દઇશું તેના માટે”.