બ્રેકિંગ@મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારમાં આફત, પક્ષના જ મંત્રીનું રાજીનામું

અટલ સમાચાર,ડેસ્ક મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે શપથ લીધી તેને માંડ બે મહિના પણ નથી થયા કે સરકારમાં કકળાટ શરૂ થઈ ગયો છે. સરકારમાં રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા અબ્દુલ સત્તારે રાજીનામુ ધરી દીધું છે. સત્તાર શિવસેના કોટામાંથી રાજ્ય મંત્રી બન્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સત્તાર કૅબિનેટ મંત્રીપદ માંગી રહ્યા હતા અને મંત્રી મંડળના વિસ્તરણથી નારાજ
 
બ્રેકિંગ@મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારમાં આફત, પક્ષના જ મંત્રીનું રાજીનામું

અટલ સમાચાર,ડેસ્ક

મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે શપથ લીધી તેને માંડ બે મહિના પણ નથી થયા કે સરકારમાં કકળાટ શરૂ થઈ ગયો છે. સરકારમાં રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા અબ્દુલ સત્તારે રાજીનામુ ધરી દીધું છે. સત્તાર શિવસેના કોટામાંથી રાજ્ય મંત્રી બન્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સત્તાર કૅબિનેટ મંત્રીપદ માંગી રહ્યા હતા અને મંત્રી મંડળના વિસ્તરણથી નારાજ થઈ તેમણે રાજીનામું ધરી દીધું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શિવસેનાની આગેવાનીવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન સરકારમાં શિવસેના ઉપરાંત, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસનો સમાવેશ થાય છે. આ સરકારની રચના થઈ ત્યારથી ત્રણેય પક્ષો વચ્ચે વિભાગોની વહેંચણીને લઈને સતત ઝઘડો ચાલુ છે. 30 ડિસેમ્બરે 36 નવા પ્રધાનોના શપથ ગ્રહણ સાથે, મહારાષ્ટ્રમાં કાઉન્સિલના સભ્યોની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ હજી સુધી નવા મંત્રીઓને પોર્ટફોલિયો ફાળવ્યા નથી.

ગુરુવારે, મહાગઠબંધનના ઘટકોની પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેરેથોન બેઠક પછી પણ મંત્રાલયોની ફાળવણી અંગે કોઈ સહમતી સધાઈ નથી. સરકારમાંકૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીકૉંગ્રેસ પાર્ટીના નેતાઓ વચ્ચે ગુરુવારે રાત્રે મળેલી બેઠકમાં ભારે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. કૅબિનેટ વિસ્તરણમાં 12 બેઠકો મેળવનારકૉંગ્રેસને ગ્રામીણ વિસ્તારોને લગતા વધુ બે વિભાગ જોઈએ છે અને તે તેની માંગ પર અડગ છે.