બ્રેકિંગ@મહારાષ્ટ્ર: 100 કરોડની વસૂલીના આરોપો વચ્ચે ગૃહમંત્રીએ રાજીનામું ધરી દેતાં હડકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મુંબઈ હાઈકોર્ટના નિર્ણય પછી એનસીપીમાં રાજકીય હલચલ વધી ગઈ છે. અનિલ દેશમુખની ખુરશી ખતરામાં આવી હતી. આ તરફ હવે આક્ષેપોની વચ્ચે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે પદ પરથી રાજીનામું ધરી દેતાં હડકંપ મચી ગયો છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતાં આજે સોમવારે બોમ્બે હાઇકોર્ટે મહત્વનો ફેંસલો
 
બ્રેકિંગ@મહારાષ્ટ્ર: 100 કરોડની વસૂલીના આરોપો વચ્ચે ગૃહમંત્રીએ રાજીનામું ધરી દેતાં હડકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુંબઈ હાઈકોર્ટના નિર્ણય પછી એનસીપીમાં રાજકીય હલચલ વધી ગઈ છે. અનિલ દેશમુખની ખુરશી ખતરામાં આવી હતી. આ તરફ હવે આક્ષેપોની વચ્ચે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે પદ પરથી રાજીનામું ધરી દેતાં હડકંપ મચી ગયો છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતાં આજે સોમવારે બોમ્બે હાઇકોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપોની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલ આરોપો પર બોમ્બે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. જોકે, સીબીઆઈ હાલ તાત્કાલિક આ મામલે તપાસ શરૂ નહીં કરે. પરમબીર સિંહની અરજી પર ચુકાદો આપતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે, આ મામલે એફઆઈઆર થઇ છે. પોલીસને તપાસ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું છે કે, અનિલ દેશમુખ પર આરોપો લાગ્યા છે અને તે રાજ્યના ગૃહમંત્રી છે. એવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર ન રહી શકાય. એટલે સીબીઆઈએ સમગ્ર કેસની તપાસ કરવી જોઈએ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બોમ્બે હાઇકોર્ટે આદેશ કર્યો કે, સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરવી જોઈએ જેમાં તમામે સહકાર આપવો જોઈએ. 15 દિવસમાં સીબીઆઈના ડાયરેક્ટરને એક રિપોર્ટ સોંપવામાં આવશે. જો સીબીઆઈની રિપોર્ટમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કેસ મજબૂત બને છે તો સીબીઆઈ એફઆઈઆર દાખલ કરશે.