આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક 

મહારાષ્ટ્રના રાજકારણમાં એક સૌથી મોટો ઉલેટફેર જોવા મળ્યો છે. શનિવાર સવારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ ને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા છે. આ ઉપરાંત, એનસીપીના અજિત પવારે નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શનિવાર સવાર સુધી મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીની સાથે મળી સરકાર રચવાની વાત કહેવામાં આવી રહી હતી. ત્રણેય પાર્ટી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે સહમત પણ થઈ ગયા હતા અને ચર્ચા હતી કે આજે ઔપચારિક રીતે તેઓ રાજ્યપાલને મળીને દાવો રજૂ કરશે, પરંતુ આ દરમિયાન મોટો ઉલલટફેર થઈ ગયો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહારાષ્ટ્ર મોટા રાજકીય ઉથલપાથલની સાક્ષી બન્યું છે. તમામ અટકળોની વચ્ચે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એનસીપી સાથે મળી સરકાર રચવામાં સફળ રહી છે. જોકે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ શકી કે એનસીપીનું સમર્થન બીજેપીને છે કે નહીં. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે એનસીપીના માત્ર 25થી 30 ધારાસભ્યોને લઈ અજિત પવાર સરકાર બનાવવા આવ્યા છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને હટાવી દેવાનું નોટિફિકેશન જાહેર કરી દીધું હતું.

મહારાષ્ટ્રમાં બીજેપી અને એનસીપી ગઠબંધનની સરકાર રચાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફડણવીસ અને અજિત પવારને શપથગ્રહણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ કહ્યુ કે, મને વિશ્વાસ છે કે બંને મળીને મહારાષ્ટ્રના વિકાસ અને ભવિષ્ય માટે કામ કરશે. શપથ લીધા બાદ અજિત પવારે કહ્યુ કે, અમે લોકોની સમસ્યા માટે આથે આવ્યા છીએ. અમે ખેડૂતીની સમસ્યાને ખતમ કરવા માંગે છે. તેમની ભલાઈ માટે જ સરકારમાં આવ્યા છીએ. તેઓએ કહ્યુ કે લોકોએ જેને સરકાર રચવા માટે ચૂંટ્યા હતા તેમને જ સરકાર બનાવવી પણ જોઈએ.

આ દરમિયાન બીજેપીના ધારાસભ્ય રામચરણે જણાવ્યું કે, રાતો રાત કોઈ વાત નથી થઈ. વરિષ્ઠ નેતાઓની વાતચીત પહેલાથી જ ચાલી રહી હતી. અમે સૌ જનતા અને ખાસ કરીને ખેડૂતોની ભલાઈ માટે સાથે આવ્યા છીએ. બીજેપી અને એનસીપીની સાથે સરકાર બનાવી છે. અમે લોકો આ વાતને લઈને નિશ્ચિંત છીએ કે મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર હવે લોકોને મળી ગઈ છે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે 21 ઑક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી અને 24 ઑક્ટોબરે પરિણામ જાહેર આવ્યા હતા. કોઈ પણ પાર્ટી કે ગઠબંધનની સરકાર રચવાનો દાવો રજૂ ન કરતાં 12 નવેમ્બરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.

25 May 2020, 11:44 AM (GMT)

COVID-19 Global Stats

5,582,050 Total Cases
347,543 Death Cases
2,361,023 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code