બ્રેકીંગ@મહેસાણા: દૂધસાગર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધ ઉત્પાદકોના ભાવમાં કર્યો વધારો

 
દૂધસાગર ડેરી

દૂધસાગર ડેરીએ દૂધનો ભાવ 810 રૂપિયાથી વધારીને 820 રૂપિયા પ્રતિ કિલો કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવા નાણાકીય વર્ષ પહેલા ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટ 10 રૂપિયાનો વધારો કર્યો છે.દૂધસાગર ડેરીએ દૂધનો ભાવ 810 રૂપિયાથી વધારીને 820 રૂપિયા પ્રતિ કિલો કર્યો છે. ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થશે.

જણાવી દઈએ કે, મહેસાણાની દૂધસાગર ડેરીએ વધુ એક મોટી પહેલ કરી છે. ડેરીએ ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરી છે. એપ્રિલ મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ ખેડૂતો માટે મોટા સમાચાર આપ્યા છે. ગયા જુલાઈમાં પણ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવમાં પ્રતિ ફેટ રૂ. 10નો વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે એક વર્ષ બાદ ડેરીએ ફરી પશુપાલકો માટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ફેટના ભાવમાં રૂ.10નો વધારો થતાં પશુપાલકોને હવે પ્રતિ કિલો રૂ.820નો ભાવ મળશે.

દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો નફો થશે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં 13મી વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા.દૂધનો ભાવ 650 રૂપિયા હતો, જે તબક્કાવાર વધારીને 820 રૂપિયા કરવામાં આવ્યો છે. અશોક ચૌધરીના ત્રણ વર્ષમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો છે. અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાના વધારાને કારણે દૂધ ઉત્પાદકોના ઘરે વધારાના 725 કરોડ રૂપિયા પહોંચી ગયા છે.