આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લી જીલ્લામાં સતત ૩ દિવસથી મેઘમહેર યથાવત રહેતા કાચા મકાનોમાં ભેજ લાગતા સતત દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. માલપુરના પરસોડા ગામના ખાંટ ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરમાં રહેલી મહિલા કાટમાળમાં દબાતા ભારે અફરાતફરી મચી હતી. મકાન ધરાશાયી થતા દોડી આવેલા ગ્રામજનોએ કાટમાળ નીચેથી મહિલાને બહાર કાઢી સારવાર અર્થે દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામે મકાનની દિવાલ ધ્વસ્ત થતાં એક મહિલાનું કરૂણ મોત નિપજતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. પરસોડા ગામમાં રહેતા પ્રવીણભાઈ ખાંટનું કાચું મકાન સતત વરસાદના પગલે મકાનની દિવાલ ધ્વસ્ત થતા દોડધામ મચી ગઇ હતી. ઘરમાં ઘરકામ કરતા મંજુલાબેન પ્રવીણભાઈ ખાંટ દબાઈ જતા મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું. ઘરના ૪ સભ્યો ઘરની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો સમગ્ર ઘટનાને પગલે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સમગ્ર મામલે માલપુર તાલુકા મામલતદાર કચેરી દ્વારા તલાટી મારફત રીપોર્ટ મંગાવી જોગવાઇ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીલ્લામાં ભારે વરસાદ બાદ કાચી દિવાલો ભેજને પગલે ધરાશાયી થતી હોય અન્ય રહીશોમાં પણ મુંઝવણ વધી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code