આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મેઘરજ

મેઘરજની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ફરજ બજાવતા બેંક મેનેજર દિવ્યાંગ જાનીને આરોગ્ય તંત્રએ હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવા છતાં ફરાર થઇ જતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી હતી. આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી. નોંધનિય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસને લઇ લોકોને ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજમાં બરોડા ગ્રામીણ બેંકના મેનેજર દિવ્યાંગ જાની ૨૩ માર્ચથી અમદાવાદ હતા. મંગળવારે મેઘરજ બરોડા ગ્રામીણ બેંકમાં હાજર થઇ ફરજ બજાવી હતી. આરોગ્ય વિભાગને દિવ્યાંગ જાની અમદાવાદથી પરત ફરી સીધા બેંકમાં ફરજ બજાવી હોવાની જાણ થતા તેમના ઘરે પહોંચ્યા હતા. બુધવારે આરોગ્ય તંત્ર મેનેજરની તપાસ કરી હોમ કોરન્ટાઈન અંગે જાણ કરી ઘર આગળ સંપર્કઃ નિષેધની નોટિસ લગાવી ઘરે રહેવા અને સૂચનાનું પાલન કરવા તાકીદ કરી હતી. ગુરુવારે સવારે બેંક મેનેજર દિવ્યાંગ જાની હોમ કોરન્ટાઈનનો ભંગ કરી ઘરે તાળું મારી ફરાર થઇ જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોગ્ય વિભાગે બેંક સહીત સંભવિત સ્થળે તપાસ કરવા છતાં બેંક મેનેજર મળી આવ્યા નહોતા. આરોગ્ય અધિકારીએ બરોડા ગ્રામીણ બેંકના મેનેજર દિવ્યાંગ જાની સામે ધી એપેડેમિક ડિસીઝ એકટ હેઠળ તથા બીજી કલમો હેઠળ ગુનો નોંધાવવા તજવીજ હાથધરી હતી. મેઘરજના જાગૃત નાગરિકોએ લોકોના સ્વાસ્થ્ય જોખમાય તેવી સ્થિતિ પેદા કરનાર અને ભયનો માહોલ સર્જનાર બેંક મેનેજર દિવ્યાંગ જાની સામે શખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code