આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મેઘરજ

રાજ્યમાં અત્યાર સુધીના કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 617 પર પહોંચી ગઈ છે. આ તરફ મેઘરજ આરોગ્ય તંત્રએ ભીલવાડાના 6 વેપારીઓનો કોરોના રીપોર્જ્ટ નેગેટિવ આવ્યો છે. જીલ્લા આરોગ્ય વિભાગે તમામ 6 લોકોના સેમ્પલ પરીક્ષણ માટે સોમવારે અમદાવાદ મોકલ્યા હતા. જોકે મંગળવારે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મેઘરજમાં રાજસ્થાનના કોરોના હોટસ્પોટ ભીલવાડાથી 6 લોકો રવિવારે આવ્યા હતા. જેને લઇ આરોગ્ય તંત્રએ પોલીસના સહયોગથી ભીલવાડાના 6 વેપારીઓ ઝડપી પાડી સ્ક્રીનિંગ કરી કોવીડ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડ્યા હતા. જે બાદ તમામના સેમ્પલ પરીક્ષણ માટે મોકલી આપ્યા બાદ આજે રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.

સુત્રોઅ. જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસને લઇ દેશભરમાં લોકડાઉન લંબાવાયુ છે. જોકે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ વધુ એકવાર આંતરરાજ્ય સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સાથે ભીલવાડાથી આવેલા 6 શખ્શો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code