બ્રેકિંગ@મહેસાણા: 29 સભ્યોએ પાલિકા પ્રમુખને હટાવ્યા, અવિશ્વાસ સાબિત થયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા પાલિકા પ્રમુખ વિરૂધ્ધની દરખાસ્ત મામલે મળેલી બેઠકમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. વ્હીપ અને ખુરશી બચાવવાના દાવા વચ્ચે ભાજપ-કોંગ્રેસના 29 સભ્યોએ ભેગામળી પ્રમુખને હોદ્દા ઉપરથી દૂર કર્યા છે. આવી સ્થિતિમાં પ્રમુખ ઘનશ્યામ સોલંકીને રાજીનામું આપવાની નોબત આવી છે. ભાજપે છેલ્લી ઘડીએ અવિશ્વાસ દરખાસ્તમાં સમર્થન જાહેર કરતા સત્તાલાલચુ પ્રમુખ ઘરભેગા થયા છે.
 
બ્રેકિંગ@મહેસાણા: 29 સભ્યોએ પાલિકા પ્રમુખને હટાવ્યા, અવિશ્વાસ સાબિત થયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પાલિકા પ્રમુખ વિરૂધ્ધની દરખાસ્ત મામલે મળેલી બેઠકમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. વ્હીપ અને ખુરશી બચાવવાના દાવા વચ્ચે ભાજપ-કોંગ્રેસના 29 સભ્યોએ ભેગામળી પ્રમુખને હોદ્દા ઉપરથી દૂર કર્યા છે. આવી સ્થિતિમાં પ્રમુખ ઘનશ્યામ સોલંકીને રાજીનામું આપવાની નોબત આવી છે. ભાજપે છેલ્લી ઘડીએ અવિશ્વાસ દરખાસ્તમાં સમર્થન જાહેર કરતા સત્તાલાલચુ પ્રમુખ ઘરભેગા થયા છે. ઘટનાને પગલે મહેસાણા શહેરના રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા નગરપાલિકામાં સત્તાધિન કોંગ્રેસી પ્રમુખ પોતાના જ સભ્યો સામે ક્લિનબોલ્ડ થયા છે. અવિશ્વાસની દરખાસ્ત મામલે મળેલી બેઠકમાં કોંગ્રેસે તમામ 29 સભ્યોને વ્હીપ આપી પ્રમુખને જાળવી રાખવા આદેશ કર્યો હતો. જોકે આજે ભારે ગરમાગરમી વચ્ચે મળેલી બેઠકમાં છેલ્લી ઘડીના રાજકીય દાવપેચને અંતે ચોંકાવનારો વળાંક આવ્યો છે. કોંગ્રેસના બાગી સહિત 15 અને ભાજપના 14 સભ્યોએ મળી અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર કરી છે. જેનાથી પ્રમુખને હોદ્દો છોડવો પડશે.

બ્રેકિંગ@મહેસાણા: 29 સભ્યોએ પાલિકા પ્રમુખને હટાવ્યા, અવિશ્વાસ સાબિત થયો
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલિકામાં ચૂંટાયેલા કુલ 43 પૈકી ભાજપના 15 અને કોંગ્રેસના 28 સભ્યો છે. જેમાં આજે ભાજપના એક સભ્ય ગેરહાજર રહ્યા છતાં 14 સભ્યોએ કોંગ્રેસના બાગી સહિત 15 નગરસેવકોને ટેકો આપી પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસ સાબિત કર્યો છે. પ્રમુખ ઘનશ્યામ સોલંકીના સમર્થનમાં માત્ર ‌12 સભ્યો હોવાથી હોદ્દો બચાવવા નિષ્ફળ ગયા છે. હવે રાજીનામાને અંતે નવી ચૂંટણી બાદ પ્રમુખની પસંદગી અનેક રાજકીય ઘમાસાણ સર્જી શકે છે.