આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે બજારો સજ્જડ બંધ રહ્યા હોવાની વચ્ચે કોરોના વાયરસના નવા 363 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ તરફ આજે મહેસાણા જીલ્લામાં નવા 58 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ 199 કેસ મહેસાણાના શહેરી વિસ્તારોમાં નોંધાયા હોઇ સ્થિતિ ચિંતાજનક બની છે. આ સાથે મહેસાણા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 164 કેસો નોંધાયા છે. મહેસાણા જીલ્લામાં હાલની સ્થિતિ 3993 કેસ એક્ટિવ હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. આજે મહેસાણા અને તાલુકામાં મળી 150, બેચરાજીમાં 24, જોટાણામાં 1, કડી શહેર અને તાલુકામાં 54, ખેરાલુમાં 3, સતલાસણામાં 5, ઊંઝા શહેર અને તાલુકામાં 21, વડનગર શહેર અને તાલુકામાં 15, વિજાપુર શહેર અને તાલુકામાં 19 અને વિસનગર શહેર અને તાલુકામાં 71 કેસ મળી જીલ્લામાં નવા કેસો નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code