આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં આજે વધુ 5 કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાં હોટ સ્પોટ છઠીયારડા સિવાય અલગ-અલગ વિસ્તારમાંથી કેસો સામે આવ્યા છે. જેમાં વિજાપુર તાલુકાની 28 વર્ષની યુવતિ, મહેસાણા અને વડનગર તાલુકાની 58 વર્ષની બે મહિલા, વિજાપુર તાલુકાના 34 વર્ષના યુવક અને ખેરાલુ તાલુકાના 52 વર્ષના મહિલા સહિત પાંચ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ તીવ્ર ગતિએ આગળ જતું હોય તેમ ગઈકાલે 6 બાદ આજે વધુ 5 કેસ સામે આવ્યા છે. જેમાં પ્રખ્યાત ટીકટોક સ્ટાર અલ્પિતા ચૌધરીને કારણે તેની માતાનો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. આ સાથે વિજાપુર તાલુકાના સુંદરપુરની 28 વર્ષની પાટીદાર યુવતી પણ સેમ્પલ બાદ કોરોના વાયરસથી બિમાર હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કુલ દર્દી 43 થઈ ગયા છે. આથી આરોગ્ય તંત્ર દ્વારા ચેપની ચેનલ તોડવા મથામણ શરૂ કરવામાં આવી છે.

આજે મંગળવારે જાહેર કોરોના પોઝીટીવ દર્દી

  • અલ્પેશજી જશવંતજી, 34 વર્ષ, મલાવ, તા. વિજાપુર
  • પંચાલ ઇન્દુબેન નટવરલાલ, 58 વર્ષ, વડનગર
  • રજીયાબાનુ યુસુફખાન બેલીમ, 58 વર્ષ, છઠીયારડા તા. મહેસાણા
  • ચૌધરી ભીખીબેન બાબુભાઇ, 52 વર્ષ, ખેરાલુ
  • અસ્મિતાબેન રમણભાઇ પટેલ, 28, સુંદરપુર તા. વિજાપુર

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code