બ્રેકિંગ@મહેસાણા: સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. પાંચ વર્ષ બાદ સાગરદાણ કૌભાંડમાં ચાર્જશીટ દાખલ થતાં મહેસાણા જીલ્લા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં
 
બ્રેકિંગ@મહેસાણા: સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. પાંચ વર્ષ બાદ સાગરદાણ કૌભાંડમાં ચાર્જશીટ દાખલ થતાં મહેસાણા જીલ્લા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણાની દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરી અને અન્ય આરોપીઓએ મળીને સાગરદાણ કૌભાંડ આચર્યુ હોવાના આરોપ છે. જેની સતત તપાસને પગલે મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટમાં ચાર્જસીટ ફાઇલ થઇ છે. શુક્રવારે ચાર્જશીટ ફાઇલ થતાં વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધુ એકનો ઉમેરો થયો છે. મહત્વનું છે કે, છેલ્લા પાંચ વર્ષથી સાગરદાણ કૌભાંડનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.