બ્રેકીંગઃ મહેસાણા શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત, ઠંડક પ્રસરી ગઈ

અટલ સમાચાર, મહેસાણા હવામાન વિભાગે મંગળવારે વરસાદ પડવાની આગાહી આપી હતી. જે સાચી ઠરી છે અને આજે સવારથી જ આકાશમાં કાળાડીબાંગ વાદળો રચાયા હતા. સવારથી પડુપડુ કરતો વરસાદ 3-30 કલાકે શહેરમાં વરસી પડ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડી પ્રસરી જવા પામી છે. સવારથી પાટણ જિલ્લામાં ઝાપટાં પડ્યા હતા. આમ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના
 
બ્રેકીંગઃ મહેસાણા શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત, ઠંડક પ્રસરી ગઈ

અટલ સમાચાર, મહેસાણા

હવામાન વિભાગે મંગળવારે વરસાદ પડવાની આગાહી આપી હતી. જે સાચી ઠરી છે અને આજે સવારથી જ આકાશમાં કાળાડીબાંગ વાદળો રચાયા હતા. સવારથી પડુપડુ કરતો વરસાદ 3-30 કલાકે શહેરમાં વરસી પડ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડી પ્રસરી જવા પામી છે. સવારથી પાટણ જિલ્લામાં ઝાપટાં પડ્યા હતા. આમ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે.

Video:

મંગળવારે 3-30 કલાકે તેજ પવન અને વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતાં મહેસાણામાં લોકો વરસાદી માહોલનો નજારો જોઈ ગરમીથી છૂટ્યાનો હાશકારો અનુભવી રહ્યા છે. તો આ તરફ ખેડૂત આલમમાં ખુશી વ્યાપી જવા પામી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

મહેસાણા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદથી શરૂઆતના મિનિટોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવાથી પાલિકાની પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખુલી જવા પામી છે. શહેરના મધ્યમાં આવેલ ગોપીનાળુ અને ભમ્મરીયાનાળા પાણીથી ઉભરાઈ ગયા હતા.