બ્રેકિંગ@મહેસાણા: પાલિકાનું કોંગ્રેસી જૂથ આજે ભાજપમાં જશે, સત્તાપલટો નિશ્ચિંત

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરોનો આંતરિક વિવાદ આખરે બહાર આવ્યો છે. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 8 કોર્પોરેટર સોમવારે ભાજપનો કેસરિયો ધારણ કરશે. આમ, કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ભંગાણ પડ્યું છે. મહેસાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે બહાર આવ્યો છે. મહેસાણા કોંગ્રેસના 8 કોર્પોરેટર આજે ભાજપમાં જોડાવાના
 
બ્રેકિંગ@મહેસાણા: પાલિકાનું કોંગ્રેસી જૂથ આજે ભાજપમાં જશે, સત્તાપલટો નિશ્ચિંત

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરોનો આંતરિક વિવાદ આખરે બહાર આવ્યો છે. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 8 કોર્પોરેટર સોમવારે ભાજપનો કેસરિયો ધારણ કરશે. આમ, કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ભંગાણ પડ્યું છે. મહેસાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

બ્રેકિંગ@મહેસાણા: પાલિકાનું કોંગ્રેસી જૂથ આજે ભાજપમાં જશે, સત્તાપલટો નિશ્ચિંત

મહેસાણા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે બહાર આવ્યો છે. મહેસાણા કોંગ્રેસના 8 કોર્પોરેટર આજે ભાજપમાં જોડાવાના છે. નગરપાલિકા પ્રમુખ સહિત 7 સભ્યો ગાંધીનગર જવા રવાના થયા છે. તેઓ સોમવારે બપોરે 3 વાગે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કેસરિયો ધારણ કરશે.

મહત્વનુ છે કે, મહેસાણા નગરપાલિકામાં 44 સભ્યોમાં કોંગ્રેસના 29 અને ભાજપના કુલ 15 સભ્યો હતા. જેમાં 8 સભ્યો ભાજપમાં આવતા ભાજપના કુલ 23 સભ્યો બનશે. જેથી વિસનગર નગરપાલિકા બાદ હવે મહેસાણા નગરપાલિકા પણ ભાજપની બનશે. 8 સભ્યોમાં પાલિકા પ્રમુખ સહિત પાટીદાર કોર્પોરેટરનો સમાવેશ થાય છે. નગર પાલિકા પ્રમુખ સહિત આ તમામ કોર્પોરેટર આંતરિક જૂથવાદથી ત્રસ્ત હતા.