બ્રેકિંગ@મહેસાણા: રાજીનામાં બાદ આજે કોંગ્રેસે પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મહેસાણા કોંગ્રેસના દિગ્ગજ નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ દ્રારા હાંકી કઢાશે તેવી સ્થિતિ પારખી અગાઉથી જ રાજીનામું ધરનારા પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને આજે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. આજે સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લેટરપેડ પર તેમને સસ્પેન્ડ કરવાના પત્રમાં અમિત ચાવડાની સહી જોવા મળી
 
બ્રેકિંગ@મહેસાણા: રાજીનામાં બાદ આજે કોંગ્રેસે પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મહેસાણા કોંગ્રેસના દિગ્ગજ નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ દ્રારા હાંકી કઢાશે તેવી સ્થિતિ પારખી અગાઉથી જ રાજીનામું ધરનારા પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને આજે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. આજે સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લેટરપેડ પર તેમને સસ્પેન્ડ કરવાના પત્રમાં અમિત ચાવડાની સહી જોવા મળી રહી છે. જોકે કોંગ્રેસમાં એકબાદ એક વિવાદો સામે આવતાં જીલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. નોંધનિય છે કે, કીર્તિસિંહે ગઇકાલે જ ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં પ્રદેશ મહામંત્રી અને પ્રભારી પદેથી રાજીનામું આપ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, હાલ પ્રદેશ મહામંત્રી અને પ્રભારી કીર્તિસિંહ ઝાલાને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમની સામે ગંભીર આક્ષેપો થતાં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, કોંગ્રેસના કેટલાંક આગેવાનોએ કીર્તિસિંહ ઝાલા સામે ચૂંટણીમાં મેન્ડેટ સહિત કેટલાંક આક્ષેપો કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. જે બાદમાં પ્રદેશ કોંગ્રેસ દ્રારા તેમની સસ્પેન્ડ કેમ નહી કરવા તે બાબતે લેખિતમાં ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો. જે બાદમાં ગઇકાલે તેમને પ્રદેશ મહામંત્રી અને પ્રભારી તરીકે રાજીનામું આપ્યાની વિગતો સામે આવ્યા બાદ આજે સવારે પ્રદેશ કોંગ્રેસે તેમને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.

બ્રેકિંગ@મહેસાણા: રાજીનામાં બાદ આજે કોંગ્રેસે પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ 14 ફેબ્રુઆરીએ પ્રદેશ કોંગ્રેસ દ્રારા કીર્તિસિંહ ઝાલાને નોટીસ આપી લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ તરફ લેખિતમાં ખુલાસાની જગ્યાએ કીર્તિસિંહે પાર્ટીની શાખ ન બગડે તે માટે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યુ હતુ. આ સાથે ધારાસભ્ય બળદેવજી ઠાકોર, સિનિયર નેતા સાગર રાયકા, નરેશ રાવલ સહિતે તેમની રાજકીય કારકીર્દીને નુકસાન કરવાનો પ્રયાસ કરતાં હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમને આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય બળદેવજી ઠાકોર જિલ્લાના ધારાસભ્ય ન હોવા છતાં દાદાગીરી કરીને કડીના મેન્ડેટ લઇ ગયા. કડીના સિનિયર નેતાઓને ટિકિટ નહીં આપવાની તેમની જીદ હતી.