બ્રેકિંગ@મહેસાણા: સરકારી ડોક્ટરને કોરોના, અમદાવાદ તંત્રની ઘોર બેદરકારી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના સરકારી ડોક્ટરને અમદાવાદ ખાતે ડ્યુટી સોંપવામાં આવી હતી. ફરજનો સમયગાળો પૂર્ણ થતાં ડોક્ટરનું સેમ્પલ લેવાયું હતું. આ પછી તબીબ વતન મહેસાણા પાછાં આવ્યા હતા. જોકે આજે તેનો રિપોર્ટ પોઝીટીવ આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. મહેસાણાના ડોક્ટરને અમદાવાદ કોર્પોરેશને ચેપગ્રસ્ત કરી પરત મોકલી જવાબદારીથી હાથ અધ્ધર કર્યાના સવાલો બન્યા છે. હવે
 
બ્રેકિંગ@મહેસાણા: સરકારી ડોક્ટરને કોરોના, અમદાવાદ તંત્રની ઘોર બેદરકારી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના સરકારી ડોક્ટરને અમદાવાદ ખાતે ડ્યુટી સોંપવામાં આવી હતી. ફરજનો સમયગાળો પૂર્ણ થતાં ડોક્ટરનું સેમ્પલ લેવાયું હતું. આ પછી તબીબ વતન મહેસાણા પાછાં આવ્યા હતા. જોકે આજે તેનો રિપોર્ટ પોઝીટીવ આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. મહેસાણાના ડોક્ટરને અમદાવાદ કોર્પોરેશને ચેપગ્રસ્ત કરી પરત મોકલી જવાબદારીથી હાથ અધ્ધર કર્યાના સવાલો બન્યા છે. હવે જો આ તબીબથી મહેસાણામાં સંક્રમણ થશે તો જવાબદારી નક્કી થશે ? તે સૌથી મોટો સવાલ બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના છઠીયારડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં ડોક્ટર વિજય પરમારને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીનો ઘટસ્ફોટ થયો છે. તબીબ વિજય પરમારને 9 એપ્રિલના રોજ કોરોના મહામારી સામે અમદાવાદ ડેપ્યુટશન ઉપર મોકલ્યા હતા. સરેરાશ 10 દિવસની ફરજ દરમ્યાન ડોક્ટરને ક્યાંકથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હશે. જોકે ફરજ પૂર્ણ થતી હોઇ અમદાવાદ કોર્પોરેશને ડોક્ટર વિજય પરમારનું સેમ્પલ લઈ મહેસાણા જિલ્લા પંચાયતને હસ્તક કર્યો હતો. આથી ડોક્ટર સૌપ્રથમ પોતાના ઘેર મહેસાણાના લાખવાડી ભાગોળ નિવાસ સ્થાને આવ્યા હતાં. આ પછી આજે ડોક્ટરનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં મહેસાણા શહેર અને તાલુકામાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશને શંકાસ્પદ ડોક્ટર વિજય પરમારનું સેમ્પલ લઈ ક્વોરોન્ટાઈન કર્યો નહોતો. આથી સેમ્પલ લીધા પછી રિપોર્ટ આવતાં સુધીના કલાકોમાં સરકારી ડોક્ટરે મુસાફરી કરી હતી. આ સાથે પરિવાર અને સોસાયટીના રહીશોના સંપર્કમાં આવ્યા હતા. આથી સંક્રમણની સંભાવના ખૂબ વધી છે. ડોક્ટરને અમદાવાદ કોર્પોરેશનની સેવામાં કોરોના થયો હોઇ અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. જો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમદાવાદ કોર્પોરેશને ડોક્ટરને ક્વોરોન્ટાઈન રાખ્યા હોત તો પરિવારને ચેપ લાગતો નહિ. આ સાથે મહેસાણા તેની સોસાયટીના રહીશોને પણ ચિંતા ઉભી ના થઈ હોત.