બ્રેકિંગ@મહેસાણા: પુરૂષોમાં કોરોનાનો મહાબોમ્બ, એકસાથે 23 કેસ ખુલતાં ચોંક્યા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે એકસાથે કોરોનાની સંખ્યામાં મહાબોમ્બ ફાટ્યો છે. ખાસ કરીને 7 તાલુકામાં અને 4 શહેરોમાં કુલ 23 દર્દીમાં સૌથી વધુ પુરૂષો હોવાનું સામે આવ્યુ છે. આ 23 દર્દીઓને પાંચ દિવસ અગાઉ મળી ચુકેલા વ્યક્તિઓ પોઝિટીવ રીપોર્ટ જાણી ભારે મુંઝવણ અને ફફડાટ વચ્ચે આવી ગયા છે. જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વારંવાર 2
 
બ્રેકિંગ@મહેસાણા: પુરૂષોમાં કોરોનાનો મહાબોમ્બ, એકસાથે 23 કેસ ખુલતાં ચોંક્યા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે એકસાથે કોરોનાની સંખ્યામાં મહાબોમ્બ ફાટ્યો છે. ખાસ કરીને 7 તાલુકામાં અને 4 શહેરોમાં કુલ 23 દર્દીમાં સૌથી વધુ પુરૂષો હોવાનું સામે આવ્યુ છે. આ 23 દર્દીઓને પાંચ દિવસ અગાઉ મળી ચુકેલા વ્યક્તિઓ પોઝિટીવ રીપોર્ટ જાણી ભારે મુંઝવણ અને ફફડાટ વચ્ચે આવી ગયા છે. જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વારંવાર 2 આંકડામાં જાહેર થઇ રહી હોઇ સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ છે. તંત્ર અને વેપારીઓની મથામણ છતાં ચેપનો રાફડો ફાટ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મહેસાણા: પુરૂષોમાં કોરોનાનો મહાબોમ્બ, એકસાથે 23 કેસ ખુલતાં ચોંક્યા

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં કોરોના વાયરસનો સૌથી વધુ આતંક હોવાનું સામે આવ્યુ છે. આજે એકસાથે 23 દર્દીઓ જાહેર થતાં સંબંધિત પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં મહેસાણા શહેરમાં 6, મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં 3, કડી શહેરમાં 5, કડીના ગ્રામ્ય વિસ્તારમાં 1, વિસનગરના ગ્રામ્ય વિસ્તારમાં 2, વિજાપુર શહેરમાં 1, બેચરાજીના ગ્રામ્ય વિસ્તારમાં 2, જોટાણાના ગ્રામ્ય વિસ્તારમાં 1, ઉંઝા શહેર અને ગ્રામ્યમાં 1-1 સહિત નવા 23 દર્દીઓ ઉમેરાયા છે. આ પૈકી યુવાન સ્ત્રી પુરૂષો 10 જ્યારે 13 ઢળતી યુવાનીમાં હોવાનું સ્પષ્ટ થયુ છે.

બ્રેકિંગ@મહેસાણા: પુરૂષોમાં કોરોનાનો મહાબોમ્બ, એકસાથે 23 કેસ ખુલતાં ચોંક્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસનું સંક્રમણ શહેરની જેમ ગ્રામ્ય પંથકમાં પણ મોટાપાયે પગપેસારો કરી રહ્યુ છે. નવા ગામો અને વિસ્તારોમાં કોરોના પોઝિટીવ સામે આવતાં રહીશો ફફડાટ વચ્ચે નિર્વાહ કરી રહ્યા છે. ખાસ કરીને આ દર્દીઓને અગાઉ મળી ચુકેલા મિત્રો, સંબંધીઓ અને વિવિધ કામથી સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કોરોનાની આશંકાએ મુંઝવણમાં મુકાયા છે. તંત્ર દ્રારા 23 દર્દીઓના રહેણાંક વિસ્તારમાં તાત્કાલિક અસરથી સેનેટાઇઝેશન કરવા અને કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળની જોગવાઇઓ પાલન કરાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.