આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

ટિકટોક વિડીયો દ્વારા પ્રખ્યાત થયેલી કોન્સ્ટેબલ યુવતી ફરી એકવાર ચર્ચામાં આવી છે. ટ્રાવેલ હિસ્ટ્રી આધારે શંકાસ્પદ જણાતાં કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીને હોમ ક્વોરોન્ટાઈન કર્યા હતા. આ દરમ્યાન પોતાને કોરોના વાયરસ ન હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. હવે જ્યારે કાલે શનિવારે મોડી સાંજે કોરોના પોઝીટીવ 21 દર્દીની યાદી જાહેર થતાં ચકચાર મચી ગઇ છે. જેવું નામ સામે આવ્યું કે જૂનો વિડિયો વાયરલ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગામની કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરીથી ચર્ચામાં આવી છે. અગાઉ ફરજ દરમ્યાન ટિકટોક વિડીયો બનાવી મશહૂર થયા, સસ્પેન્ડ થયા અને ફરીથી પોલીસમાં જોડાયા એ ઘટનાક્રમ રસપ્રદ બન્યો હતો. જોકે હવે કોરોના પોઝીટીવ થયા અને તે પહેલાંના ઘટનાક્રમથી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ હોવાનું સામે આવ્યું છે. આથી છેલ્લા કેટલાક દિવસોથી હોમ ક્વોરોન્ટાઈન કર્યા હતા. આ દરમ્યાન ટિકટોક સ્ટાર અલ્પિતાએ વિડીયો બનાવી પોતાને કોરોના વાયરસ ન હોવાનો દાવો કર્યો હતો. જોકે 14 દિવસ બાદ સેમ્પલ લેતાં પોઝીટીવ આવતાં દોડધામ મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રખ્યાત કોન્સ્ટેબલ યુવતીનો કોરોના પોઝીટીવ અગાઉનો વિડિયો અત્યારે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેનાથી તેને કોરોના છે કે કેમ તે અસ્પષ્ટ બનતુ હતું. જોકે વિડીયો હોમ ક્વોરોન્ટાઈન કે તેના અગાઉ તૈયાર કર્યો હોઇ દાવો ધ્વસ્ત થયો છે. ટીકટોક સ્ટારનુ નામ કોરોના પોઝીટીવ દર્દીની યાદીમાં આવતાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે ચર્ચા જાગી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code