બ્રેકિંગ@મહેસાણા: દૂધસંઘમાં વહીવટદાર નિમાયા, પૂર્વ એમડી, વા.ચેરમેન જેલમાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા દૂધસાગર ડેરીના સંચાલનને લઇ સૌથી મોટી ઘટના સામે આવી છે. ચૂંટાયેલા સત્તાધિશો અને પૂર્વ એમડી કાયદાકીય બાબતોનો સામનો કરી રહ્યા છે ત્યારે ડેરીમાં વહીવટદારની નિમણુંક થઇ ગઇ છે. જામીન મેળવવાની મહેનત પૂર્વ એમડી અને વાઇસ ચેરમેન જેલમાં છે જ્યારે સરકાર તરફથી ડેરીમાં સંયુક્ત રજીસ્ટ્રારની વહીવટી અધિકારી તરીકે નિમણુંક કરી દેવામાં આવી
 
બ્રેકિંગ@મહેસાણા: દૂધસંઘમાં વહીવટદાર નિમાયા, પૂર્વ એમડી, વા.ચેરમેન જેલમાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા દૂધસાગર ડેરીના સંચાલનને લઇ સૌથી મોટી ઘટના સામે આવી છે. ચૂંટાયેલા સત્તાધિશો અને પૂર્વ એમડી કાયદાકીય બાબતોનો સામનો કરી રહ્યા છે ત્યારે ડેરીમાં વહીવટદારની નિમણુંક થઇ ગઇ છે. જામીન મેળવવાની મહેનત પૂર્વ એમડી અને વાઇસ ચેરમેન જેલમાં છે જ્યારે સરકાર તરફથી ડેરીમાં સંયુક્ત રજીસ્ટ્રારની વહીવટી અધિકારી તરીકે નિમણુંક કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ડેરીના નિયામક મંડળની તમામ સત્તા અને જવાબદારી સરકાર તરફે આવી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મહેસાણા: દૂધસંઘમાં વહીવટદાર નિમાયા, પૂર્વ એમડી, વા.ચેરમેન જેલમાં

ઉત્તર ગુજરાતની મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા વિવાદો વચ્ચે આજે મોટો નિર્ણય સામે આવ્યો છે. ચૂંટણીના પડઘમ વચ્ચે કોરોના કાળમાં મહેસાણા કલેક્ટરે ડીરેક્ટરોની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ કરી છે. આ તરફ ચૂંટાયેલા ડીરેક્ટરો નવી ચૂંટણીની તૈયારી કરે તે પહેલા ઘીમાં ભેળસેળ સહિતના મુદ્દે તપાસનો સામનો કરી રહ્યા છે. જેમાં ફરીયાદને પગલે પૂર્વ એમડી નિશીથ બક્ષી અને વાઇસ ચેરમેન મોઘજીભાઇ ચૌધરી સહિતનાને જેલવાસ આવ્યો છે. આ દરમ્યાન રાજ્ય રજીસ્ટ્રારના હુકમને પગલે ડેરીમાં વાય.એ.બલોચની વહીવટદાર તરીકે નિમણુંક કરી દેવામાં આવી છે.

બ્રેકિંગ@મહેસાણા: દૂધસંઘમાં વહીવટદાર નિમાયા, પૂર્વ એમડી, વા.ચેરમેન જેલમાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્ય રજીસ્ટ્રાર ડી.પી.દેસાઇએ મહેસાણા જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘને વ્યવસ્થાપક કમિટીને સહકારી મંડળીઓના અધિનિયમ 1961ની કલમ 81 અન્વયે ડીરેક્ટરોને બરતરફ કર્યા છે.

બ્રેકિંગ@મહેસાણા: દૂધસંઘમાં વહીવટદાર નિમાયા, પૂર્વ એમડી, વા.ચેરમેન જેલમાં

જ્યારે ડેરીના સંચાલન માટે વહીવટદારનો આદેશ કરતાં સંયુક્ત રજીસ્ટ્રાર (વાણિજ્ય) વાય.એ.બલોચને જવાબદારી મળતાં આજથી જ ચાર્જ સંભાળી લીધો છે. જેમાં વહીવટદારે દૂધસંઘના લાગતા-વળગતાંઓએ હવેથી વહીવટી કે નાણાંકીય બાબતે નિયામક મંડળના સભ્યોને બદલે પોતાનો સંપર્ક કરવા જણાવી દીધુ છે.