આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા

દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજે સવારથી મતદાન શરૂ થઇ ચુક્યુ છે. જેમાં બપોરે 2 વાગ્યા સુધી લગભગ 80 ટકા ઉપર મતદાન થઇ ચુક્યુ છે. ચૂંટણીમાં સૌથી વધુ કડી સ્ત્રી અનામત બેઠકનું મતદાન નોંધાયુ છે. ડેરીની ચૂંટણીને લઇ રસાકસીના માહોલ વચ્ચે બંને પેનલના સમર્થકો જીતનો દાવો કરી રહ્યા છે. જોકે આજે સાંજે 6.30 વાગ્યાથી મતગણતરી હાથ ધરાયા બાદ પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે ડેરીની સત્તા કોણ હાંસિલ કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં બપોરે 2 વાગ્યા સુધી સરેરાશ 80 ટકા ઉપર મતદાન થઇ ચુક્યુ છે. ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઇ ચૌધરી હાલ કથિત સાગરદાણ અને બોનસકાંડ કૌંભાડમાં જેલમાં બંધ છે. આ તરફ પરિવર્તન પેનલના અશોકભાઇએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અશોકભાઇએ અગાઉ જણાવ્યું હતુ કે, જીત બાદ મારી પ્રાથમિકતા ગેરરીતિ મુક્ત વહીવટ રહેશે. જોકે હાલ વિપુલભાઇ ચૌધરી સહિતના દિગ્ગ્જોની ગેરહાજરી વચ્ચે ડેરીની ચૂંટણી રસાકસી ભરી બની છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડેરીની ચૂંટણીમાં કુલ 1129 મતદારોમાંથી 1117 મતદારોએ મતદાન કર્યુ છે. જોકે હજી 5 વાગ્યા સુધી મતદાન ચાલુ હોઇ બાકી મતદારો પણ મતદાન કરવા મથકે પહોંચી શકે છે. ડેરીના પૂર્વ ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના દિગ્ગજો હાલ જેલમાં બંધ હોવાથી તેમના સમર્થકો પણ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યુ હતુ. જોકે મતદારોના ઉત્સાહ વચ્ચે મોટાભાગની બેઠકો પર મતદાન પુર્ણ થઇ ચુક્યું હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ ડેરીની ચૂંટણીને લઇ જીલ્લાના સહકારી આલમમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

File Photo

નોંધનિય છે કે, ચૂંટણીમાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની સીધી ટક્કર હોઇ કુલ 41 ઉમેદવારો મેદાનમાં છે. દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે આજે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન ચાલુ છે. દૂધસાગર ડેરી નિયામક મંડળના વિભાગ-1ની 11 અને દૂધના જથ્થાની 4 મળી કુલ 15 બેઠકો માટે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન માટે 11 બુથ ઊભાં કરાયાં છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code