આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં સતત વધી રહેલાં કોરોના કહેર અને ઓક્સિજનની તંગી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. મહેસાણાની દૂધસાગર ડેરી હવે 20 એમક્યુનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે. જેના કારણે અંદાજીત 30 વધુ દર્દીને ઓક્સિજન સાથેની સારવાર મળી શકશે. આ સાથે સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ ટુંક સમયમાં જ 35 બેડનું કોવિડ સેન્ટર સ્થાપી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં હવે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ડેરીના યુવા ચેરમેન અશોકભાઇ ચૌધરીના જણાવ્યાનુસાર દૂધસાગર આ વિકટ પરિસ્થિતિમાં આ વિસ્તારના તમામ પ્રજાજનો ની સાથે છે. વિપરીત સંજોગોમાં પ્રજાના તમામ દુઃખો સાથે ભાગીદારી કરવાનું આ સંસ્થા ના ગુણધર્મોમાં વસ્યું છે. અમે વિકટમાં વિકટ સંજોગોમાં પણ આ વિસ્તારના નાગરિકોની સાથે ઊભા હતા અને ઊભા રહીશું. આ સંસ્થાની સજ્જનતા ક્યારેય ઓછી નહીં થાય.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દૂધસાગર ડેરીમાં 20 એમક્યુનો પ્લાન્ટ કાર્યરત થતાં અંદાજીત 20 દિવસ જેટલો સમગ લાગી શકે છે. પ્લાન્ટ શરૂ થયા બાદ અંદાજીત 35 દર્દીને ઓક્સિજન સાથેની સારવાર મળી શકશે. જોકે ડેરી દ્વારા આ પ્લાન્ટ જિલ્લાની હોસ્પિટલને અપાશે તેવી વિગતો પણ સામે આવી છે. આ સાથે ડેરી પણ આગામી સમયમાં 35 બેડનું કોવિડ સેન્ટર પણ સ્થાપી શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code