બ્રેકિંગ@મહેસાણા: બેચરાજી પંથકના ગામડાઓમાં ધીમીધારે વરસાદ શરૂ

અટલ સમાચાર,બેચરાજી( ભુરાજી ઠાકોર) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 216 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સીઝનમાં રાજ્યના 11 તાલુકામાં 1000 મીમી કરતા વધુ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાં પણ બુધવારે બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડુતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ગામડાઓમાં બુધવારે બપોર બાદ
 
બ્રેકિંગ@મહેસાણા: બેચરાજી પંથકના ગામડાઓમાં ધીમીધારે વરસાદ શરૂ

અટલ સમાચાર,બેચરાજી( ભુરાજી ઠાકોર)

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 216 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સીઝનમાં રાજ્યના 11 તાલુકામાં 1000 મીમી કરતા વધુ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાં પણ બુધવારે બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડુતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

બ્રેકિંગ@મહેસાણા: બેચરાજી પંથકના ગામડાઓમાં ધીમીધારે વરસાદ શરૂ

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ગામડાઓમાં બુધવારે બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડુતોએ જણાવ્યુ હતુ કે, ધીમીધારે વરસાદ પડવાથી પાણી અંદર ઉતરતા પાકને જીવનદાન મળશે. જીલ્લાના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.