બ્રેકિંગ@મહેસાણા: ચૂંટણી પૂર્વે મોટી કાર્યવાહી, 9 આરોપીને પાસા કરી જેલમાં મોકલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે અને આગામી ચૂંટણીઓ પૂર્વે મહેસાણા LCBની ટીમે છેલ્લા 15 દિવસમાં 9 આરોપીઓને પાસા હેઠળ પકડી જેલભેગા કરી દીધા છે. LCB PIએ જીલ્લાના પોલીસ સ્ટેશનોમાંથી રેકર્ડ મેળવી પાસા LCB દ્રારા દરખાસ્ત તૈયાર કર્યા બાદ ઇસમો સામે પાસા અટકાયતી વોરંટ ઇસ્યું થયા હતા. જે બાદમાં છેલ્લાં 15 દિવસમાં
 
બ્રેકિંગ@મહેસાણા: ચૂંટણી પૂર્વે મોટી કાર્યવાહી, 9 આરોપીને પાસા કરી જેલમાં મોકલ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળ વચ્ચે અને આગામી ચૂંટણીઓ પૂર્વે મહેસાણા LCBની ટીમે છેલ્લા 15 દિવસમાં 9 આરોપીઓને પાસા હેઠળ પકડી જેલભેગા કરી દીધા છે. LCB PIએ જીલ્લાના પોલીસ સ્ટેશનોમાંથી રેકર્ડ મેળવી પાસા LCB દ્રારા દરખાસ્ત તૈયાર કર્યા બાદ ઇસમો સામે પાસા અટકાયતી વોરંટ ઇસ્યું થયા હતા. જે બાદમાં છેલ્લાં 15 દિવસમાં LCB દ્રારા 9 આરોપીઓને ઝડપી રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડાએ પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં લેવા સુચના આપેલ છે. જે અનુસંધાએ LCB દ્રારા મહેસાણા જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાંથી આવા ઇસમોના રેકર્ડ મેળવ્યાં હતા. જે બાદમાં પાસા સેલ LCB દ્રારા દરખાસ્ત તૈયાર કરી મહેસાણા જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપતાં ઇસમો વિરૂધ્ધ પાસા અટકાયતી વોરંટ ઇસ્યું કરવામાં આવ્યા હતા. LCBની ટીમે પાસા હેઠળ કુલ 9 આરોપીઓને ઝડપી અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા છે.

આ ઇસમોની પાસા હેઠળ અટકાયત કરી અલગ-અલગ જેલમાં મોકલાયા

  1. ઠાકોર વિક્રમજી બદાજી, રહે.વિસનગર, ભક્તોનો વાસ- રાજકોટ જેલ
  2. ઠાકોર વિષ્ણુજી કરમસિંહ, રહે.હનુમંત હેડુવા- સુરત જેલ
  3. ડાભી તેજસિંહ વકીલસિંહ, રહે.વાંસડા(આબુરોડ)- રાજકોટ જેલ
  4. ઠાકોર વિજયસિંહ પ્રવિણસિંહ, રહે.ઘુમાસણ(કડી)- સુરત જેલ
  5. સૈયદ ઇકબાલમીયાં ગોરામીયાં, રહે.આલમપુર(જોટાણા)- સુરત જેલ
  6. સૈયર ઇમરાનમીયાં મોટામીયાં, રહે.ભટાસણ(જોટાણા)- વડોદરા જેલ
  7. પ્રજાપતિ વિજયબહાદુર કિશનલાલ, રહે.મહેસાણા (ધનલક્ષ્મી સોસાયટી-નાગલપુર)- અમદાવાદ જેલ
  8. જોષી જીતેન્દ્ર વિરૂભાઇ પન્નાલાલ, રહે. બેચરાજી- રાજકોટ જેલ
  9. ઝાલા યોગેન્દ્રસિ઼હ ઉર્ફે લાલો મહેન્દ્રસિંહ, રહે.મેમદપુર(જોટાણા)- સુરત જેલ