બ્રેકિંગ@મહેસાણા: પ્રમુખને આઉટ કરનાર 16 કોંગી નગરસેવકોને નોટીસ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા નગરપાલિકાના પ્રમુખને પક્ષના જ નગરસેવકોએ વિરોધીપાર્ટીનો સાથ લઇ આઉટ કર્યા છે. વ્હિપનો અનાદર કરવા મામલે કોંગ્રેસે એકસાથે 16 નગરસેવકોને નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે. ખુલાસો આપવામાં નિષ્ફળ જશે તો પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવાની પણ ચિમકી અપાઇ છે. અંદરની વાત આવી છે કે, પ્રમુખના સમાજના જ કોંગી નગરસેવકને ખુરશી કબજે કરવી
 
બ્રેકિંગ@મહેસાણા: પ્રમુખને આઉટ કરનાર 16 કોંગી નગરસેવકોને નોટીસ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નગરપાલિકાના પ્રમુખને પક્ષના જ નગરસેવકોએ વિરોધીપાર્ટીનો સાથ લઇ આઉટ કર્યા છે. વ્હિપનો અનાદર કરવા મામલે કોંગ્રેસે એકસાથે 16 નગરસેવકોને નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે. ખુલાસો આપવામાં નિષ્ફળ જશે તો પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવાની પણ ચિમકી અપાઇ છે. અંદરની વાત આવી છે કે, પ્રમુખના સમાજના જ કોંગી નગરસેવકને ખુરશી કબજે કરવી હોઇ સત્તાની સાઠમારી ખેલાઇ છે. સમગ્ર ઘટનાક્રમને પગલે પાલિકામાં વિરોધી પક્ષ ભાજપ માટે રાજકીય આનંદનો વિષય બની ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મહેસાણા: પ્રમુખને આઉટ કરનાર 16 કોંગી નગરસેવકોને નોટીસ

મહેસાણા પાલિકા પ્રમુખ સામે વિપક્ષની મદદથી અવિશ્વાસ સાબિત કરાવનારા નગરસેવકો સામે કોંગ્રેસે લાલઆંખ કરી છે. અવિશ્વાસની દરખાસ્તમાં બેઠક અગાઉ કોંગ્રેસે સત્તાધિન 16 નગરસેવકોને વ્હીપ બજાવી પ્રમુખના સમર્થનમાં મત આપવા આદેશ કર્યો હતો. જોકે અગાઉના 5 બળવાખોર સહિત 11 કોંગી નગરસેવકોએ ભારે મનોમંથન અને ખાનગી બેઠકોને અંતે ભાજપ જોડે હાથ મિલાવી દીધા હતા. જેમાં બહુમતીના જોરે પક્ષના જ પ્રમુખને કોંગી નગરસેવકોએ હોદ્દા પરથી આઉટ કરી દીધા છે.

બ્રેકિંગ@મહેસાણા: પ્રમુખને આઉટ કરનાર 16 કોંગી નગરસેવકોને નોટીસ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વિશ્વાસ ગુમાવી ચુકેલ પ્રમુખ ઘનશ્યામ સોલંકીને દૂર કરવા પક્ષના જ નગરસેવકો ચોક્કસ અને અલગ-અલગ આશયથી એકમંચ ઉપર આવ્યા હતા. આંતરિક ગતિવિધિથી એવુ સામે આવ્યુ છે કે, એસસી કોમ્યુનિટીમાંથી અનેક કોંગી નગરસેવક પ્રમુખ બનવા તલપાપડ હોઇ ૧પ કોંગી નગરસેવકોને સહમત કર્યા હતા. જેના અંતે ભાજપનો સાથ મળશે તેવી પ્રબળ અપેક્ષા વચ્ચે આજે ધાર્યુ કામ પાર પાડ્યુ છે. જેમાં કોંગ્રેસે નિયમ મુજબ વ્હીપના અનાદરની નોટીસ ફટકારી કાર્યવાહી કરી છે.