બ્રેકિંગ@મહેસાણા: પંચાયતની વોર્ડ ફાળવણી ચોંકાવનારી, ગામ આખાનો વિરોધ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના મેઉ ગ્રામપંચાયતની આગામી દિવસોએ ચુંટણી યોજાવાની હોઇ તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં જીલ્લા ચુંટણી તંત્ર દ્રારા વોર્ડ ફાળવણી થયા બાદ આખુ ગામ ચોંકી ગયુ હોઇ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ ફાળવણી વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરી સુધારાને અંતે જાહેરનામું પ્રસિધ્ધ કરવાની માંગ કરી છે. આ સાથે મતદારયાદીમાં વિસંગતતાને લઇ ગામમાં રાજકીય
 
બ્રેકિંગ@મહેસાણા: પંચાયતની વોર્ડ ફાળવણી ચોંકાવનારી, ગામ આખાનો વિરોધ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના મેઉ ગ્રામપંચાયતની આગામી દિવસોએ ચુંટણી યોજાવાની હોઇ તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં જીલ્લા ચુંટણી તંત્ર દ્રારા વોર્ડ ફાળવણી થયા બાદ આખુ ગામ ચોંકી ગયુ હોઇ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ ફાળવણી વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરી સુધારાને અંતે જાહેરનામું પ્રસિધ્ધ કરવાની માંગ કરી છે. આ સાથે મતદારયાદીમાં વિસંગતતાને લઇ ગામમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. જેને લઇ માજી સરપંચ અને ગ્રામજનોએ જીલ્લા ચુંટણી અધિકારીને રજુઆત કરી છે.

બ્રેકિંગ@મહેસાણા: પંચાયતની વોર્ડ ફાળવણી ચોંકાવનારી, ગામ આખાનો વિરોધ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા તાલુકાના મેઉ ગામે ચુંટણી પહેલા જ રાજકીય દોડધામ મચી ગયાનું સામે આવ્યુ છે. ચુંટણીને પગલે તંત્ર દ્રારા જાહેરનામું બહાર પાડતા અગાઉ વોર્ડ ફાળવણી કરવામાં આવી હતી. જેની જાણ રાજકીય આગેવાનો સહિતના ગ્રામજનોને થતાં ચકચાર મચી ગઇ છે. વોર્ડ ફાળવણીમાં પક્ષપાત કરી ગમે તે એક જ જાત કે સમુદાયને ફાયદો થાય તે સારૂ મેલી મુરાદ પાર પાડવા કુટનિતી ઘડી હોવાના સનસનીખેજ આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ ફાળવણી અને મતદારીયાદીને પગલે ગામમાં રાજકીય હડકંપ મચ્યો છે.

બ્રેકિંગ@મહેસાણા: પંચાયતની વોર્ડ ફાળવણી ચોંકાવનારી, ગામ આખાનો વિરોધ

સમગ્ર મામલે દરેક જ્ઞાતિ-સમુદાયને યોગ્ય ન્યાય મળે તે પ્રમાણે વોર્ડ ફાળવણી કરવા તેમજ મતદારયાદીની વિસંગતતા નિવારવા માંગ કરી છે. આ સાથે રજૂઆતને પગલે જ્યાં સુધી ઘટતુ ન થાય ત્યાં સુધી જાહેરનામું બહાર નહિ પાડવા જણાવ્યુ છે. ચુંટણી પહેલા જ માજી સરપંચ દીલીપજી ચાવડા સહિતના આગેવાનોએ લેખિતમાં સહિનું લીસ્ટ સાથે જીલ્લા ચુંટણી અધિકારીને રજૂઆત કરતા વોર્ડ ફાળવણી કરનાર સામે સવાલોની સ્થિતિ ઉભી થઇ છે.