આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ટોક્યો પેરાઓલિમ્પિકમાં મહેસાણાની ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આજે નેશનલ સ્પોર્ટસ પર આ ઉપલબ્ધિ ગુજરાત સરકાર માટે ગર્વની વાત છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને સન્માનિત કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ભાવિના પટેલને 3 કરોડની રાશિ આપવાની પણ જાહેરાત કરાઈ છે.

રાજ્યના ખેલ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું કે, ગુજરાતનું ગૌરવ વધાવનાર દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકાર સન્માનિત કરશે. ગુજરાત સરકાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતતા 3 કરોડની રાશિ આપશે. સાથે જ તેમને કેટેગરી પ્રમાણે સરકારી નોકરી પણ અપાશે. ગુજરાતની દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે.

ટોક્યોમાં પેરાલિમ્પિક્સમાં ગુજરાતી ખેલાડીએ દેશનો ડંકો વગાડ્યો છે. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. ફાઈનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ ભાવિના પટેલને શુભચ્છા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, સિલ્વર મેડલ માટે અભિનંદન… તમારી જીવનયાત્રા પ્રેરક છે અને તે વધુ યુવાનોને રમતગમત તરફ ખેંચશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code