આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

વિસનગરમાં વેલેન્ટાઇન પહેલા આત્મહત્યા કરનારા પ્રેમીપંખીડાની મૃત હાલતમાં લાશ મળ્યા બાદ સનસની મચાવી દેતો વિડીયો સામે આવ્યો છે. પ્રેમસંબંધમાં ગળાડૂબ થયા બાદ લગ્ન અશક્ય જણાતાં મોતને વહાલું કરવા નિકળ્યા હતા. આ દરમ્યાન ચાલતા-ચાલતા કેનાલ નજીક પહોંચે તે પહેલા યુવક અને યુવતિએ મોતનું કારણ દર્શાવતો વિડીયો ઉતારી લીધો હતો. જેમાં લગ્ન ન કરાવતાં હોવાથી મરવા જતા હોવાનું જણાવતો 19 સેકન્ડનો વિડીયો સામે આવ્યો છે. વેલેન્ટાઇન ડે પુર્વે બનેલી ઘટનાથી ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાની બાસણા સુજલામ-સુફલામ કેનાલમાં પ્રેમયુગલે ઝંપલાવી જીવન ટુંકાવ્યુ હતુ. આ સમાચાર બાદ અચાનક યુવક-યુવતિનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં કેનાલમાં મોતનો કુદકો લગાવે તે પહેલા પરિચય આપતો વિડીયો ઉતારી લીધો હતો. યુવતિની સતત મનાઇ વચ્ચે યુવક લગ્ન ન થતાં હોઇ કેનાલમાં પડી મરવા જતા હોવાનું જણાવે છે. કોઇ કારણથી સંબંધિતો લગ્ન ન કરાવતાં હોવાથી કેનાલમાં પડી જતા હોવાનું જણાવી વિડીયો પુર્ણ થાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા પાલિકાની ફાયર ટીમ દ્રારા ભારે જહેમત કરી બે કલાકને અંતે બંનેના મૃતદેહ બહાર નીકાળ્યા હતા. આ પછી સોશ્યલ મિડીયામાં યુવક-યુવતિનો કેનાલ નજીકથી ઉતારેલો વિડીયો વાયરલ થયો છે. જેમાં બંને મોત પસંદ કરવાનું કારણ અને સ્થળ સહિતની વિગતો બતાવે છે. મોતની વાતો વચ્ચે પણ દુ:ખ કે ગમગીની ન હોવાથી માનસિક પરિસ્થિતિ વિશે પણ અનેક સવાલો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code