બ્રેકિંગ@મહેસાણા: ખાનગી વ્યક્તિ ચલાવતા હતા શાળા, બે શિક્ષક તુરંત સસ્પેન્ડ

અટલ સમાચાર, મહેસાણા સતલાસણા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે શિક્ષકો શાળાએ સતત ગેરહાજર રહી ખાનગી વ્યક્તિને ભણાવવા મોકલી દેતા હતા. અચાનક જિલ્લા શિક્ષણાધિકારીએ મુલાકાત લેતાં ભાંડો ફૂટી ગયો હોઇ તાત્કાલિક કાર્યવાહી કરી છે. બે શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે તો ટીપીઈઓને પણ નોટીશ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે. અટલ સમાચાર આપના
 
બ્રેકિંગ@મહેસાણા: ખાનગી વ્યક્તિ ચલાવતા હતા શાળા, બે શિક્ષક તુરંત સસ્પેન્ડ

અટલ સમાચાર, મહેસાણા

સતલાસણા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે શિક્ષકો શાળાએ સતત ગેરહાજર રહી ખાનગી વ્યક્તિને ભણાવવા મોકલી દેતા હતા. અચાનક જિલ્લા શિક્ષણાધિકારીએ મુલાકાત લેતાં ભાંડો ફૂટી ગયો હોઇ તાત્કાલિક કાર્યવાહી કરી છે. બે શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે તો ટીપીઈઓને પણ નોટીશ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નવા ફતેહપુરા (ગઢ)ની પ્રાથમિક શાળામાં ખળભળાટ મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. સરકારી શિક્ષકો ઠાકોર ખેંગારજી અને પટેલ ભરતે વિદ્યાર્થીઓના ભવિષ્ય ભયંકર ચેડાં કર્યા છે. શિક્ષક ખેંગારજીએ અન્ય વ્યક્તિને અભ્યાસ માટે રાખી શાળાએ મોકલતો હતો. સ્થાનિક બેરોજગાર યુવાન જગદીશ મોહનભાઈ નાયીને માસિક 5000 ચૂકવી શિક્ષણ અપાવતો હતો. જેની જાણ ડીપીઇઓ સ્મિતા પટેલ અચાનક શાળાની મુલાકાતે જતાં ધ્યાને આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ બાળકોને બે શિક્ષકો ભણાવતાં હતા. જેમાં ઠાકોર ખેંગારજી અન્ય વ્યક્તિને મોકલી દેતો જયારે ભરત પટેલ છેલ્લા ત્રણ વર્ષથી શાળાએ આવતો ન હતો. આ બાબતે વાલીઓએ શિક્ષણાધિકારીને જણાવતાં તાત્કાલિક બંને શિક્ષકને ફરજમોકૂફ કરી દેવામાં આવ્યા છે. શિક્ષણાધિકારીની તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હોઇ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે પણ કાર્યવાહી થશે. સમગ્ર મામલે ડીપીઈઓ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે, બે શિક્ષકોને સસ્પેન્ડ કર્યા બાદ હવે ચાર્જશીટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.