આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તથી હડકંપ મચી ગયો છે. પાલિકાના સભ્યો દ્રારા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ મનસ્વીપણે પાલિકાનો વહીવટ કરવા સાથે ચુંટાયેલા સભ્યો ઉપર વેરભાવ રાખતા હોવાનો આધાર લઇ દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે મહિલા ઉપપ્રમુખના પતિ બધો વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા નગરપાલિકાના મહિલા ઉપપ્રમુઅ પુરીબેન પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે પાલિકાના ર૦ જેટલા સભ્યોએ મુખ્યઅધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. જેમાં સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, બધો વહીવટ મહિલા ઉપપ્રમુખના પતિ કરે છે. આ સાથે મહિલા ઉપપ્રમુખ મનસ્વી રીતે નગરપાલિકાનો વહીવટ કરતા હોવાનું અને સભ્યો ઉપર વેરભાવ રાખતા હોવાનું જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code