બ્રેકિંગ@મહેસાણા: કોરોનાગ્રસ્ત 2 લોકોના સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ, ડિસ્ચાર્જ કરાયા

અટલ સમાચાર, મહેસાણા કોવિડ વાયરસ સંક્રમણને પગલે મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ધનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં કોવિડ-19 વાયરસ સંક્રમણના 07 કેસો નોંધાયા છે. જેમાંથી 02 કેસો સતલાસણા તાલુકા, 03 કેસો મહેસાણા, 01 કડી અને 01 વિજાપુર ખાતે નોંધાયો હતો. આ સાત કેસોમાંથી કડી અને વિજાપુરના વ્યક્તિઓની સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવતાં તેમને રજા
 
બ્રેકિંગ@મહેસાણા: કોરોનાગ્રસ્ત 2 લોકોના સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ, ડિસ્ચાર્જ કરાયા

અટલ સમાચાર, મહેસાણા

કોવિડ વાયરસ સંક્રમણને પગલે મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ધનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં કોવિડ-19 વાયરસ સંક્રમણના 07 કેસો નોંધાયા છે. જેમાંથી 02 કેસો સતલાસણા તાલુકા, 03 કેસો મહેસાણા, 01 કડી અને 01 વિજાપુર ખાતે નોંધાયો હતો. આ સાત કેસોમાંથી કડી અને વિજાપુરના વ્યક્તિઓની સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવતાં તેમને રજા આપવામાં આવેલ છે. જિલ્લામાં હાલમાં 5 કોરોના કેસો છે જેઓની સારવાર સાંઇ ક્રિષ્ણા અને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ વડનગર ખાતે ચાલી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં નોંધાયેલ કોવિડ-19ના પોઝેટીવ કેસોમાંથી તેમના સંપર્કમાં આવેલ 24 શંકાસ્પદ નમુના 21 એપ્રિલના રોજ મોકલવામાં આવ્યા હતા.જેમાંથી સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાંથી 10 અને વડનગર મેડીકલ કોલેજમાંથી 14 મળી કુલ 24 શંકાસ્પદ નમુનાનું પરીણામ નેગેટીવ આવેલ છે જે જિલ્લા માટે આનંદના સમાચાર છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં 21 એપ્રિલ સુધીમાં સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ દ્વારા 95, વડનગર મેડીકલ કોલેજ દ્વારા 80 અને નુતન કોલેજ વિસનગર દ્વારા 04 શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા.જેમાંથી સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં લેવાયેલ 95 નમુના પૈકી 94 નેગેટીવ અને 01 પોઝીટીવ આવેલ હતો. વડનગર જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ દ્વારા લેવાયેલ 80 નમુના પૈકી 78 નેગેટીવ અને 02 પોઝીટીવ આવેલ હતા. જ્યારે નુતન મેડીકલ કોલેજ વિસનગર દ્વારા લેવાયેલ 04 નમુના પૈકી તમામ નમુનાનું પરીણામ નેગેટીવ આવેલ હતું. જિલ્લામાં લેવાયેલ 179 નમુના પૈકી 176 નેગેટીવ અને 03 પોઝીટીવ આવેલ છે.

બ્રેકિંગ@મહેસાણા: કોરોનાગ્રસ્ત 2 લોકોના સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ, ડિસ્ચાર્જ કરાયા

નોંધનિય છે કે, જિલ્લામાં કુલ સાત નોંધાયેલ કેસો પૈકી 02 શંકાસ્પદ કેસો વડનગર મેડીકલ કોલેજ, 01 શંકાસ્પદ કેસ સાંઇક્રિષ્ણા, અમદાવાદ ડેપ્યુટેશન પર ગયેલ 02 આરોગ્ય કર્મીના શંકાસ્પદ કેસો બી.જે.મેડીકલ કોલેજ દ્વારા, વિજાપુર ખાતેનો કોરોના પોઝેટીવ કેસનો નમુનો ગાંધીનગર ખાતે અને કડી ખાતે નોંધાયેલ શંકાસ્પદ કેસનો નમુનો અમદાવાદ ખાતે લેવામાં આવેલ હતા. જેમાંથી કડી અને વિજાપુરના વ્યક્તિઓની સઘન સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મહેસાણા ખાતેના પુરૂષ આરોગ્ય કર્મીના ડ્રાઇવરનું સેમ્પલ મોકલવામાં આવેલ હતુ જેનો રીપોર્ટ પણ નેગેટીવ આવેલ છે.