આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં ટીકટોક વિડીયોથી જાણિતી બનેલી મહિલા કોન્સ્ટેબલ મનોરંજનની દુનિયામાં જઇ શકે છે. સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ ગુજરાતી કલાકારો સાથે બેઠક કરી વિડીયો તૈયાર કર્યા છે. ગણતરીની સેકંડો પુરતા વિડીયોમાં જીજ્ઞેશ કવિરાજ સહિતના કલાકારો સાથે એક્સન કરતી જોવા મળી રહી છે. કલાકારો સાથેના બે વિડીયો સામે આવ્યા હોવાથી અલ્પિતા નાગરિક સુરક્ષાના ક્ષેત્રમાંથી ગીત-સંગીતની જવાની તૈયારી હોવાનું મનાય છે.

પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલનો ટીકટોક વિડીયો વાયરલ થયા બાદ વિભાગે કાર્યવાહી કરી હતી. સંગીતથી સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ હવે સંગીતને જ પ્રેમ કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. સસ્પેન્ડ બાદ લડત આપી નોકરી પરત મેળવવાની ઇચ્છા સામે સંગીતની ઇચ્છા હાવી બની હોવાનું નવા વિડીયોથી સામે આવ્યુ છે. અલ્પિતા ચૌધરીએ ગુજરાતી કલાકારોના સંગીત સેન્ટરમાં જઇ બીજા વિડીયો તૈયાર કર્યા છે.

મહેસાણાના લાંઘણજ પોલીસ મથકની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કલાકાર જીજ્ઞેશ કવિરાજ, દેવપગલી ગોસ્વામી અને ગીતકાર મનુ રબારી સાથે એકશન કરી છે. ગુજરાતી કલાકારો નાનકડા વિડીયો બનાવી સંગીત પ્રત્યે અપાર પ્રેમ હોવાનું અલ્પિતા ચૌધરીએ બતાવ્યુ છે. એક જીજ્ઞેશ સાથે અને એક દેવપગલી સાથે વિડીયો બનાવી મહિલા કોન્સ્ટેબલ કાયમી ધોરણે ગુજરાતી ગીત-સંગીતમાં ઝંપલાવે તો નવાઇ નહી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code