આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

24 કલાક ઊઘાડ રહ્યા બાદ મહેસાણામાં શુક્રવારે બપોરે ફરી એકવાર મેઘરાજાની સવારી આવી હતી. ગણતરીની મિનીટોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડૂતોની ખુશીમાં વધારો થયો છે. જેનાથી વાતાવરણ એકદમ ઠંડુંગાર બની ગયું છે. અડધો કલાક વરસાદ આવ્યા બાદ હજીપણ વાતાવરણ વાદળછાયું જોવા મળે છે.

છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ધીમીધારે અને અંતરાલમાં જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાડાત્રણ વાગે બે દિવસની આગાહી મુજબ, શુક્રવારે સાડાત્રણ વાગે મહેસાણામાં ભારે વરસાદ શરૂ થયો હતો. આથી ફરી એકવાર ઉભા પાકને ભેજનો સંગ્રહ થતાં ખેડૂતોને મોટી રાહત થઇ છે. 24 કલાક વરસાદની ગેરહાજરીને પગલે બફારો અને ઉકળાટ વચ્ચે ફરીથી વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code