બ્રેકિંગ@મહેસાણા: ડમ્પર અને લોડીંગ રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (મનોજ ગોહિલ) કોરોનાકાળ વચ્ચે મહેસાણા-ચાણસ્મા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે ડમ્પર અને લોડીંગ રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ સાથે અન્ય એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. માર્ગ અકસ્માતની
 
બ્રેકિંગ@મહેસાણા: ડમ્પર અને લોડીંગ રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 1 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (મનોજ ગોહિલ)

કોરોનાકાળ વચ્ચે મહેસાણા-ચાણસ્મા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે ડમ્પર અને લોડીંગ રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ સાથે અન્ય એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. માર્ગ અકસ્માતની ઘટનાને લઇ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હોઇ મહેસાણા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મહેસાણા: ડમ્પર અને લોડીંગ રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 1 ઇજાગ્રસ્ત

મહેસાણા તાલુકાના છઠીયારડા નજીક બપોરના સમયે ડમ્પર અને લોડીંગ રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આજે બપોરના સમયે ચાણસ્મા તરફથી મહેસાણા આવી રહેલ લોડીંગ રીક્ષાને મહેસાણાથી ચાણસ્મા તરફ જઇ રહેલાં ડમ્પરે ટક્કર મારી હતી. અકસ્માત એટલો બધો ગમખ્વાર હતો કે, લોડીંગ રીક્ષાનો ઉપરનો ભાગ આખો દબાઇ ગયો હતો. આ તરફ ડમ્પર પણ રોડની સાઇડમાં ઉતરી ગયુ હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અકસ્માતની ઘટનામાં લોડીંગ રીક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ તો અન્ય એકને સારવાર અર્થે ખસેડાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.