બ્રેકિંગ@મહેસાણા: જીલ્લા પંચાયતમાં ટ્રેપ, કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતાં કારકૂન ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા વિસનગર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ ઉપર ચાલતી ગાડી માટે બિલ મુકવામાં આવ્યુ હતુ. જેની સામે જીલ્લા પંચાયતની હિસાબી શાખામાં ફરજ બજાવતાં કારકૂને લાંચ પેટે રકમ માંગી હતી. આથી ગાડીની વ્યવસ્થા આપનાર કોન્ટ્રાક્ટર લાંચ આપવા ઇચ્છુક ન હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી નક્કી કરેલ સમય અને સ્થળ મુજબ એસીબીએ ટ્રેપ ગોઠવતાં મહેસાણા
 
બ્રેકિંગ@મહેસાણા: જીલ્લા પંચાયતમાં ટ્રેપ, કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતાં કારકૂન ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા

વિસનગર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ ઉપર ચાલતી ગાડી માટે બિલ મુકવામાં આવ્યુ હતુ. જેની સામે જીલ્લા પંચાયતની હિસાબી શાખામાં ફરજ બજાવતાં કારકૂને લાંચ પેટે રકમ માંગી હતી. આથી ગાડીની વ્યવસ્થા આપનાર કોન્ટ્રાક્ટર લાંચ આપવા ઇચ્છુક ન હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી નક્કી કરેલ સમય અને સ્થળ મુજબ એસીબીએ ટ્રેપ ગોઠવતાં મહેસાણા જીલ્લા પંચાયતમાં જ લાંચ લેતાં કારકૂનને ઝડપી લેવાયો હતો. 300ની લાંચ લેતાં કારકૂન ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પંચાયતમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે ટ્રેપનો કેસ સફળ બનાવતાં ખળભળાટ મચી ગયો છે. વિસનગર તાલુકાના ઉમતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટરે પોતાની ગાડી ભાડેથી આપેલી છે. જેનું બિલ લેવા હિસાબી શાખાનો સંપર્ક કરતાં કારકૂનનાગજી મગનલાલ ચાવડાએ લાંચ માંગી હતી. આ તરફ કોન્ટ્રાક્ટર ઇસમ કાયદેસરની સુવિધા સામે બિલ લેવા સારૂ લાંચ આપવા ઇચ્છુક ન હોઇ સિનિયર એકાઉન્ટન્ટ વિરૂધ્ધ મહેસાણા એસીબીમાં રજૂઆત કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટરની રજૂઆત આધારે મહેસાણા એસીબીના પીઆઇ એ.વાય.પટેલે ટ્રેપ ગોઠવી હતી. જેમાં મહેસાણા જીલ્લા પંચાયતની હિસાબી શાખામાં સિની. એકાઉન્ટન્ટ ક્લાર્ક(ચેક દફતર) નાગજી ચાવડા(ઉ.વ.29) રૂ.300 લાંચ માંગણી કરી સ્વિકારતાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જીલ્લા પંચાયતમાં એસીબીએ સપાટો બોલાવતાં તાલુકા પંચાયતોમાં વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી. હિસાબી શાખામાં આવતાં અનેક બિલોમાં શું લાંચ લેવાતી હશે ? તેવા સવાલો પણ ઉભા થયા હોઇ હડકંપ મચી ગયો છે.