બ્રેકિંગ@મહેસાણા: આંગડિયા પેઢી લૂંટ કેસમાં બે પોલીસકર્મીની અટકાયત

અટલ સમાચાર,મહેસાણા ગત સોમવારે મહેસાણાના વિજાપુર નજીક કોલવડા પાસે થયેલી 25 લાખની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી લીધો છે. સમગ્ર પ્રકરણમાં બે પોલીસકર્મીની સંડોવણી સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચ્યો છે. સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પોલીસકર્મી સામે ખાતાકીય તજવીજ કરીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી
 
બ્રેકિંગ@મહેસાણા: આંગડિયા પેઢી લૂંટ કેસમાં બે પોલીસકર્મીની અટકાયત

અટલ સમાચાર,મહેસાણા

ગત સોમવારે મહેસાણાના વિજાપુર નજીક કોલવડા પાસે થયેલી 25 લાખની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી લીધો છે. સમગ્ર પ્રકરણમાં બે પોલીસકર્મીની સંડોવણી સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચ્યો છે. સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પોલીસકર્મી સામે ખાતાકીય તજવીજ કરીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટના શું હતી ?

8 જુલાઇને સોમવારના રોજ વિજાપુરમાં કોલવડા પાસે રાજેશ મગન પટેલ આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવામાં આવી હતી. આરોપીઓએ રૂપિયા 25 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા. બાદમાં મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ પોલીસે મહત્વના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં લૂંટની ઘટનામાં બે પોલીસકર્મીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.

બ્રેકિંગ@મહેસાણા: આંગડિયા પેઢી લૂંટ કેસમાં બે પોલીસકર્મીની અટકાયત

આ બંને પોલીસકર્મીમાં એક DySP કચેરીનો ડ્રાઇવર અને એક કમાન્ડો હોવાનું બહાર આવ્યું છે. આ બંને સહિત અત્યારસુધીમાં પોલીસે 7 આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ ફરાર આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, પોલીસે આરોપી પોલીસકર્મી સામે ખાતાકીય તજવીજ કરીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે.