બ્રેકિંગ@મહેસાણા: બેફામ ટ્રેઇલરે બાઇકને અડફેટે લેતાં 2 યુવકના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (મનોજ ગોહિલ) મહેસાણાના છઠીયારડા ગામ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે બાઇક લઇ પસાર થતાં બંને યુવકોને બેફામ ટ્રેઇલરે ટક્કર મારતાં તેઓ ફંગોળાયા હતા. જેને લઇ નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરૂણ
 
બ્રેકિંગ@મહેસાણા: બેફામ ટ્રેઇલરે બાઇકને અડફેટે લેતાં 2 યુવકના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (મનોજ ગોહિલ)

મહેસાણાના છઠીયારડા ગામ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે બાઇક લઇ પસાર થતાં બંને યુવકોને બેફામ ટ્રેઇલરે ટક્કર મારતાં તેઓ ફંગોળાયા હતા. જેને લઇ નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ તરફ ટ્રેઇલર ચાલક સહિતના ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મહેસાણા: બેફામ ટ્રેઇલરે બાઇકને અડફેટે લેતાં 2 યુવકના ઘટનાસ્થળે જ મોત

મહેસાણા-ચાણસ્મા હાઇવે પર છઠીયારડા બસ સ્ટેન્ડ આગળના વળાંકમાં વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બાઇક લઇને જતાં 2 યુવકોને સામેથી પથ્થર ભરીને બેફામ સ્પિડમાં આવતાં ટ્રેઇલરે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, બાઇકનો આગળનું વ્હીલ તુટી ગયુ હતુ. અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજતાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

બ્રેકિંગ@મહેસાણા: બેફામ ટ્રેઇલરે બાઇકને અડફેટે લેતાં 2 યુવકના ઘટનાસ્થળે જ મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લામાં સતત વધી રહેલ માર્ગ અકસ્માતની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. મહેસાણા-ચાણસ્મા હાઇવે પર છઠીયારડા પાસેના અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સ્થાનિકોમાં અકસ્માતમાં મૃત્યુ પામનારા બે યુવકો પ્રજાપતિ સમાજના હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ મહેસાણા તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.