બ્રેકિંગ@મહેસાણા: પરિપત્ર મામલે સામાજીક ગરમાવો, બંધ માટે મથામણ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) બંધારણીય અધિકાર આંદોલન સમિતીએ આજે મહેસાણા બંધનું એલાન આપેલુ છે. વહેલી સવારે મહેસાણાની મુખ્ય બજારો મોટાભાગે બંધ રહી હોવાનું સામે આવ્યુ છે. શહેરના માનવ આશ્રમ ખાતે સમિતીના સભ્યોએ એકત્ર થઈને શહેર બંધ કરવાની નાગરિકોને અપીલ કરી હતી. નોંધનિય છે કે, અનામત વર્ગ અને બીજી તરફ બિન અનામત વર્ગને લઈને આંદોલન
 
બ્રેકિંગ@મહેસાણા: પરિપત્ર મામલે સામાજીક ગરમાવો, બંધ માટે મથામણ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

બંધારણીય અધિકાર આંદોલન સમિતીએ આજે મહેસાણા બંધનું એલાન આપેલુ છે. વહેલી સવારે મહેસાણાની મુખ્ય બજારો મોટાભાગે બંધ રહી હોવાનું સામે આવ્યુ છે. શહેરના માનવ આશ્રમ ખાતે સમિતીના સભ્યોએ એકત્ર થઈને શહેર બંધ કરવાની નાગરિકોને અપીલ કરી હતી. નોંધનિય છે કે, અનામત વર્ગ અને બીજી તરફ બિન અનામત વર્ગને લઈને આંદોલન સરકારના માથાનો દુખાવો બની ગયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@મહેસાણા: પરિપત્ર મામલે સામાજીક ગરમાવો, બંધ માટે મથામણ

મહેસાણા શહેરમાં બંધના એલાનને પ્રતિસાદ મળી રહ્યો છે. બંધારણીય અધિકાર આંદોલન સમિતી દ્રારા OBC, SC-ST સમાજના શહેરીજનોના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ@મહેસાણા: પરિપત્ર મામલે સામાજીક ગરમાવો, બંધ માટે મથામણ

સમિતીના રામજી ઠાકોર સહિતના કન્વીનરો માનવ આશ્રમ નજીક પહોચ્યા હતા. બક્ષીપંચ સમાજના દુકાનદારોને બંધ પાળવાની અપીલ કરવામાં આવી રહી છે.

બ્રેકિંગ@મહેસાણા: પરિપત્ર મામલે સામાજીક ગરમાવો, બંધ માટે મથામણ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકરક્ષક દળની ભરતીને લઈને અનામત આંદોલનનો આજે 68મો દિવસ છે. આંદોલનકારીઓ છેલ્લા 25 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ત્યારે હવે રૂપાણી સરકાર દ્વારા આજે અનામત મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

બ્રેકિંગ@મહેસાણા: પરિપત્ર મામલે સામાજીક ગરમાવો, બંધ માટે મથામણ

સરકાર દ્વારા બન્ને વર્ગને ધ્યાને રાખીને નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ મામલે CMના અગ્રસચિવ કૈલાશનાથનને જવાબદારી સોંપાઈ છે.

બ્રેકિંગ@મહેસાણા: પરિપત્ર મામલે સામાજીક ગરમાવો, બંધ માટે મથામણ

કેમ આપવામાં આવ્યુ બંધનું એલાન ?

રાજ્ય સરકાર ફરી એકવાર અનામતની ગુંચમાં ફસાઇ છે. 1-8-2018 ઠરાવ સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. ઠરાવને લઇ વિવાદ વધુ ઘેરો બન્યો છે. અનામત અને બિન અનામત વર્ગના સામે-સામે આંદોલન ચાલી રહ્યું છે. LRD ભરતીમાં મેરિટ લીસ્ટને લઇ છેલ્લા 67 દિવસથી બિન અનામત વર્ગની મહિલાઓ ધરણાં પર બેઠી છે. બીજી તરફ સરકારે ઠરાવમાં ફેરફારની જાહેરાત તો કરી દીધી છે પરંતું હજુ કોઈ નિર્ણય પર નથી પહોંચી શકી. જેને લઇ બંધારણીય અધિકાર આંદોલન સમિતીએ બંધનું એલાન આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે, બિન અનામત વર્ગની માગ ઠરાવમાં ફેરફાર ન કરવાની છે. તો અનામત વર્ગ એવો દાવો કરી રહ્યું છે કે, ઠરાવ ગેરબંધારણીય છે.

બ્રેકિંગ@મહેસાણા: પરિપત્ર મામલે સામાજીક ગરમાવો, બંધ માટે મથામણ