બ્રેકિંગ@મહેસાણા: ચોરીના ગુનામાં 6 માસથી નાસતી ફરતી મહિલા છેક રાજુલાથી ઝડપાઇ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા લાંઘણજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં 6 માસથી નાસતી ફરતી મહિલાએ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડી છે. વિગતો મુજબ LCB PIની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ તપાસમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, લાંઘણજ પોલીસ મથકના ચોરીના ગુનામાં આરોપી મહિલા છેલ્લા 6 માસથી નાસતી ફરે છે. આ મહિલા
 
બ્રેકિંગ@મહેસાણા: ચોરીના ગુનામાં 6 માસથી નાસતી ફરતી મહિલા છેક રાજુલાથી ઝડપાઇ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

લાંઘણજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં 6 માસથી નાસતી ફરતી મહિલાએ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડી છે. વિગતો મુજબ LCB PIની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ તપાસમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, લાંઘણજ પોલીસ મથકના ચોરીના ગુનામાં આરોપી મહિલા છેલ્લા 6 માસથી નાસતી ફરે છે. આ મહિલા હાલ અમરેલી જીલ્લાના રાજુલામાં હોવાની બાતમી આધારે સ્થાનિક પોલીસને સાથે રાખી પેરોલની ટીમે મહિલાને ઝડપી પાડી લાંઘણજ પોલીસને સોંપવા કવાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાની સુચનાથી પેરોલ ફર્લો સ્કોર્ડના PSI એસ.બી.ઝાલાની ટીમ તપાસમાં હતી. આ તરફ અગાઉ લાંઘણજ પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોઇ તેમાં આરોપી મહિલા અનિતાબેન દિલીપભાઇ પ્રજાપતિ નાસતી ફરતી હતી. જેથી ચોક્કસ વિગતો મેળવે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મહિલાને ઝડપી પાડી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, છેલ્લા 6 માસથી ચોરીના ગુનામાં નાસતી ફરતી મહિલા છેક રાજુલાથી ઝડપાઇ છે. પેરોલ ફર્લો સ્કોર્ડના HC મલયભાઇ, ભરતભાઇ અને PC જોરાજીને સંયુક્ત બાતમી મળેલ કે, આરોપી મહિલા હાલ રાજુલા (વાઘરીવાસ) તા.રાજુલા, જી.અમરેલી તેના પિતાના ઘરે છે. જેથી રાજુલા પોલીસને સાથે રાખી તપાસ કરી મહિલાને હસ્તગત કરી મહેસાણા લવાઇ હતી. જ્યાં આરોપીની ઓળખ થતાં આજે બપોરે પોણા એક વાગ્યે CRPC કલમ (41)(1) આઇ મુજબ અટક કરી લાંઘણજ પોલીસને સોંપવા કવાયત હાથ ધરાઇ છે.