આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

મોડાસા હજીરા વિસ્તારમાં એસટી બસ પાછળ છકડો રિક્ષા ઘુસી જતા રિક્ષામાં સવાર ત્રણ વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થતા ભારે અફડાતફડી મચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સોમવારે સવારના સમયે મોડાસા હજીરા ત્રણ રસ્તા પર વળાંકમાં હિંમતનગર થી ઢેકવા જતી એસટી બસ ઊભી હતી. પાછળથી પુરઝડપે હંકારી રિક્ષાના ચાલકે બસ સાથે ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી ત્રણ વિદ્યાર્થિનીઓના શરીરે ઈજાઓ પહોંચતા આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ ત્રણે વિદ્યાર્થિનીઓને અન્ય ખાનગી વાહન મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડી હતી.

add bjp

સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

darda new add mehsana
Advertisement
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code