આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લી જિલ્લાના મોડાસાના નવા વડવાસા ગામની પશુ ચરાવવા ગયેલી એક મહિલા મેશ્વો નદીના ધસમસતા પાણીમાં તણાઈ છે. નદીમાં આવેલા પૂરના સમયે પસાર થતા વખતે મહિલા તણાઈ હોવાનું અનુમાન છે. નવા વડવાસા ગામે ભૂરીબેન ચૌહાણ પોતાના પશુને ચરાવવા માટે ગયા હતા.

મહિલા નદીમાં તણાઈ હોવાની જાણ થતાં જ NDRFને જાણ કરવામાં આવી હતી. મહિલા તણાઈ હોવાની જાણ ગ્રામજનોને થતા મેશ્વો નદી કાંઠે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

અરવલ્લીમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના મેઘરજ ૨.૩ ઇંચ, ભિલોડા ૧.૭ ઇંચ, માલપુર ૧ ઇંચ વરસાદ -મોડાસા, ધનસુરા અને બાયડમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. NDRFએ તણાયેલી મહિલાનું સર્ચ ઑપરેશન હાથ ધર્યુ હતું. અરવલ્લીમાં ગઈકાલે પણ એક વ્યક્તિ ડૂબી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code