અટલ સમાચાર, મોડાસા
મોડાસામાં શનિવારે બપોરના સમયે વીજ કરંટથી એક આશાસ્પદ યુવાનનું મોત થયુ છે. રેતી ભરેલી ટક ખાલી કર્યા બાદ ટ્રક વીજ તારને અડી જતા ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડયા હતા.
સાબરકાંઠા જીલ્લાના મોડાસામાં જન્મદિવસે જ એક આશાસ્પદ યુવાનનું મોત થયુ છે. મળતી વિગત મુજબ સૈફ નામનો યુવાન ટ્રક લઇ રેતી ખાલી કરવા ગયો હતો. આ દરમ્યાન રેતી ખાલી કર્યા બાદ ટ્રક વીજ તારને અડકી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જોકે તેના જન્મદિવસે જ તેનું કરૂણ મોત થતો તેના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.