Breaking News: પાટણના બાલીસણા નજીક સોની વેપારી પાસેથી 55 લાખની લૂંટ

અટલ સમાચાર,પાટણ ઉત્તર ગુજરાતમાં હમણાથી લૂંટના વધતા બનાવોમાં વચ્ચે ૮ ફેબ્રુઆરીએ વધુ એક ચકચારી લૂંટથી પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. પાટણ જીલ્લાના બાલીસણા ગામે આજે સવારે એક સોની વેપારી પોતાના દાગીના લઇ જઇ રહયો હતો ત્યારે તેને કેટલાંક ચોરતત્વો ઘ્વારા લુંટી લેવાતા ચકચાર મચી જવા પામી છે. વિગત અનુસાર પાટણના સાગરભાઇ સોની પોતાની
 
Breaking News:  પાટણના બાલીસણા નજીક સોની વેપારી પાસેથી 55 લાખની લૂંટ

અટલ સમાચાર,પાટણ

ઉત્તર ગુજરાતમાં હમણાથી લૂંટના વધતા બનાવોમાં વચ્ચે ૮ ફેબ્રુઆરીએ વધુ એક ચકચારી લૂંટથી પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.
પાટણ જીલ્લાના બાલીસણા ગામે આજે સવારે એક સોની વેપારી પોતાના દાગીના લઇ જઇ રહયો હતો ત્યારે તેને કેટલાંક ચોરતત્વો ઘ્વારા લુંટી લેવાતા ચકચાર મચી જવા પામી છે.
વિગત અનુસાર પાટણના સાગરભાઇ સોની પોતાની કાર નં.GJ 24 AA 0492 લઇ બાલીસણા નજીકથી પસાર થતા હતા ત્યારે એક ઇકો ગાડીમાં આવેલ લુંટારૂઓએ તેમને આંતરીને ૧ર લાખ રોકડ અને અંદાજીત ૧ કિલોથી વધુ સોનાના દાગીનાની લૂંટ કરતા ચકચાર મચી છે. સોની વેપારી પોતાના દાગીના અને રોકડ લઇ ધંધાર્થે જયારે બાલીસણા નજીકથી પસાર થઇ રહયા હતા તે દરમ્યાન એક ઇકો ગાડીમાં આવેલા લૂંટારૂઓએ તેમની પાસે રહેલ ૧ર લાખ રોકડ અને ૧ કિલો સોનાના દાગીના મળી અંદાજીત કુલ.પપ લાખથી વધુના મુદામાલની લૂંટ કરી નાસી છુટયા હતા. સમગ્ર લૂંટ કેસમાં ત્રણ પુરૂષ અને એક મહિલા હોવાનું બહાર આવ્યુ છે.
ઘટનાની જાણ થતા બાલીસણા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.એમ.ચૌધરી તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે લુંટારૂઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.