bhukamp
File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

આ ભૂકંપની તીવ્રતા 4.3 ની હોવાનું મનાય છે. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી ૩૪ કિલોમીટર દૂર હોવાનું મનાઈ રહ્યું છે

અટલ સમાચાર, રાજસ્થાન, ઉત્તર ગુજરાત ટીમ

ગુજરાત અને રાજસ્થાનમાં બુધવાર રાત્રિએ ધરતીકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાનથી નજીક આવેલ ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. આથી લોકો ગભરાઇ જતા ઘરમાંથી બહાર આવ્યા દોડી આવ્યા હતા. જોકે વહીવટી સત્તાવાળાઓએ હજુ સુધી પુષ્ટિ કરી નથી. બંને રાજ્યોમાં નુકશાનનો કોઈ સમાચાર નથી.

ગુજરાતમાં ભૂકંપની વિગત:

Bhukamp gujarat

ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા બુધવારે મોડી રાત્રે આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા બનાસકાંઠા સહિત મહેસાણા અરવલ્લી સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં ધરા ધ્રુજી છે. યાત્રાધામ અંબાજીમાં પણ ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હિંમતનગરમાં પણ ભૂકંપના આંચકાથી ભયનો માહોલ છવાયો હતો. માઉન્ટ આબુમાં પણ ભૂકંપથી સ્થાનિકો સહીત પ્રવાસીઓ માં અફરાતફરી મચી જવા પામી હતી. આ ભૂકંપની તીવ્રતા 4.3 ની હોવાનું મનાય છે. ત્યારે ઈડર વડાલી પંથકમાં પણ લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી ૩૪ કિલોમીટર દૂર હોવાનું મનાઈ રહ્યું છે. જોકે આ ભૂકંપથી હાલ કોઈ જાનહાનિ કે માલ-મિલકતની નુકસાનના સમાચાર મળ્યા નથી.

રાજસ્થાનના આબુ સહિત અનેક જિલ્લાની ધરા ધ્રુજી

રાજસ્થાનમાં મો ડી રાતે ઘણા જિલ્લાઓમાં ધરતીકંપનો અનુભવ થયો છે. સિરોહી, પાલી અને ડુંગરપુર જિલ્લાઓ ની જમીન ધ્રુજી છે. સિરોહીમાં ધરતીકંપની ધ્રુજારી અનુભવાઈ હતી સિરોહી અને અબૂરોડ સહિત જિલ્લાના મોટાભાગના નગરો અને ગામોમાં બુધવારે રાત્રે આંચ કા લાગ્ યા હતા.

બંને પડોસી રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ 5 થી 10 સેકન્ડ ધરા ધ્રૂજતી રહી

ગરમીને કારણે રાજસ્થાનના મોટાભાગના લોકો ઘરની બહાર અને બહારના ફરતા હતા. કેટલાક સ્થળોએ આવા આંચકા બે વાર લાગ્યાં હતાં.

બુધવારે રાત્રે 10.30 વાગ્યે ધરતીકંપની ધ્રુજારી આવી હતી. એકવાર લોકો પણ સમજી શક્યા નહીં. પાછળથી લોકો એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા. ધરતીકંપની જાણ થતાં લોકો ડરી ગયા હતા. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી નુકસાનના કોઈ સમાચાર નથી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code