બ્રેકિંગ@પાલનપુર: એકસાથે 7 વ્યક્તિને કોરોના, બેદરકારીમાં ચેપ ભયાનક

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી) પાલનપુર તાલુકામાં કોરોના વાયરસનો ફરી એકવાર હાહાકાર સામે આવ્યો છે. એક જ ગામમાં 5 સહિત કુલ 7 વ્યક્તિને પોઝીટીવ આવતાં ચોંકાવનારી દોડધામ મચી ગઇ છે. અમદાવાદથી આવેલા યુવકને કારણે ગામમાં ચેપ લાગ્યો હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આથી તાત્કાલિક અસરથી ચેપગ્રસ્તો શોધવા આરોગ્ય અને પોલીસની ટીમ કામે લાગી
 
બ્રેકિંગ@પાલનપુર: એકસાથે 7 વ્યક્તિને કોરોના, બેદરકારીમાં ચેપ ભયાનક

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી)

પાલનપુર તાલુકામાં કોરોના વાયરસનો ફરી એકવાર હાહાકાર સામે આવ્યો છે. એક જ ગામમાં 5 સહિત કુલ 7 વ્યક્તિને પોઝીટીવ આવતાં ચોંકાવનારી દોડધામ મચી ગઇ છે. અમદાવાદથી આવેલા યુવકને કારણે ગામમાં ચેપ લાગ્યો હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આથી તાત્કાલિક અસરથી ચેપગ્રસ્તો શોધવા આરોગ્ય અને પોલીસની ટીમ કામે લાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાસણી ગામે એકસાથે 5 વ્યક્તિને ચેપ દ્વારા કોરોના આવ્યો છે. જ્યારે બાજુના ગઢ ગામે એક અને થરા તાલુકાના ગામે પણ એક વ્યક્તિને કોરોના વાયરસ આવ્યો છે. સાંજે કુલ 7 વ્યક્તિને પોઝીટીવ આવ્યો હોવાનું જાણમાં આવતાં સંક્રમણ શોધવા મથામણ શરૂ થઈ છે. કેટલાક દિવસો પહેલાં અમદાવાદથી પાલનપુરના વાસણી ગામે આવેલા યુવકને કારણે ચેપ લાગ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આથી તુરંત ગામના તમામ પ્રવેશ દ્વાર સીલ કરી અવરજવર સંપૂર્ણ બંધ કરી છે. જ્યારે ગઢ ગામે પણ સૌપ્રથમ કેસ નોંધાયો હોવાથી રહીશોમાં ફફડાટ વચ્ચે સન્નાટો વધી ગયો છે. થરાદ તાલુકાના ગામે પણ એક વ્યક્તિને કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં એકસાથે કુલ 7 વ્યક્તિને કોરોના વાયરસની બિમારી થતાં ચિંતાજનક સ્થિતિ બની છે. મોટાભાગના કેસ ચેપને કારણે થતાં હોવાનું પકડાયું હોઇ સંક્રમણની ચેનલ શોધવી અત્યંત જરૂરી બની છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 38 કોરોના પોઝીટીવ થતાં રેડ ઝોન વધુ મજબૂત બનતો જાય છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના રહીશો ગ્રીન ઝોન જાહેર થવાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

કોરોના પોઝેટીવ દર્દીની યાદી

  • મહેન્દ્રભાઈ અંબાલાલ પંચાલ, 30/રહે, વાસણી 
  • ધર્મેન્દ્ર કરશનભાઈ પંચાલ,27 રહે, વાસણી
  • વિપુલ નવીનભાઈ પંચાલ,15 /રહે, વાસણી
  • નીકિતાબેન નવીનભાઈ પંચાલ,16/રહે, વાસણી
  • કોકિલાબેન નવીનભાઈ પંચાલ,43/રહે, વાસણી
  • કાળુભાઇ તલસીભાઇ જગાણીયા,63 /ગઢ
  • વનરાજ રહે,વડા (અંડર ટ્રાયલ આરોપી )