બ્રેકિંગ@પાલનપુર: ચેપને કારણે 4 વર્ષની બાળકી અને યુવાનને કોરોના

અટલ સમાચાર, બનાસકાંઠા પાલનપુર નજીક ગઠામણ ગામના પરિવારને કોરોના થયા બાદ ચેપનો ફેલાવો થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. સંક્રમણને કારણે 4 વર્ષની બાળકી અને 35 વર્ષના યુવકને કોરોના પોઝીટીવ આવ્યો છે. આથી આરોગ્ય તંત્ર દ્વારા સંક્રમણની ચેનલ આધારે શંકાસ્પદો શોધવા મથામણ શરૂ કરી છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 8 પોઝીટીવ કેસ
 
બ્રેકિંગ@પાલનપુર: ચેપને કારણે 4 વર્ષની બાળકી અને યુવાનને કોરોના

અટલ સમાચાર, બનાસકાંઠા

પાલનપુર નજીક ગઠામણ ગામના પરિવારને કોરોના થયા બાદ ચેપનો ફેલાવો થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. સંક્રમણને કારણે 4 વર્ષની બાળકી અને 35 વર્ષના યુવકને કોરોના પોઝીટીવ આવ્યો છે. આથી આરોગ્ય તંત્ર દ્વારા સંક્રમણની ચેનલ આધારે શંકાસ્પદો શોધવા મથામણ શરૂ કરી છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 8 પોઝીટીવ કેસ થતાં ચકચાર મચી ગઇ છે. તંત્ર દ્વારા ગામને જડબેસલાક લોકડાઉન કરી ચેપનો ફેલાવો રોકવા દોડધામ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામના સોમાભાઇનો પરિવાર કોરોનામાં સપડાયો છે. જેમાં તેમનાં સંતાનો અજય અને આશાને કારણે ગામનાં બીજા બે કેસ થયા છે. અજયનો ચેપ 35 વર્ષના જયંતિભાઇ ચૌહાણને જ્યારે આશાને કારણે 4 વર્ષની સુલફા ડુક્કાને સંક્રમણ થતાં કોરોના પોઝીટીવ આવ્યો છે. આથી હવે સુલફા અને જયંતિભાઈના પરિજનો પણ શંકાસ્પદ બન્યા હોઈ ફફડાટ વચ્ચે આવી ગયા છે. આ તરફ એકલા ગઠામણ ગામમાં જ કુલ 6 કોરોના વાયરસના દર્દી થતાં ખળભળાટ મચી ગયો છે.

બ્રેકિંગ@પાલનપુર: ચેપને કારણે 4 વર્ષની બાળકી અને યુવાનને કોરોના

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા આરોગ્ય દ્વારા સોમાભાઇના પરિજનો કોના કોના સંપર્કમાં આવ્યા ? નવા બે કેસ આવતાં જયંતિભાઈ અને સુલફા પણ કોના એકદમ નજીક સંપર્કમાં થયા ? તે સવાલો સાથે સંક્રમણ શોધવા મથામણ વધી છે. આ તરફ ગામલોકોમાં કોરોના વાયરસ વધતાં જતાં દર્દીઓને કારણે ચિંતાજનક સ્થિતિ બની છે. ગામમાંથી સેમ્પલ વધુ લેવાયા હોવાથી દર્દીઓની સંખ્યા વધશે કે અટકશે તે સવાલ સૌથી મોટો બન્યો છે.